મોદી સરકારની ઓફર: 25 વર્ષ સુધી મફત મળશે વીજળી, બસ તમારે કરવું પડશે આટલું કામ - Sandesh
  • Home
  • Business
  • મોદી સરકારની ઓફર: 25 વર્ષ સુધી મફત મળશે વીજળી, બસ તમારે કરવું પડશે આટલું કામ

મોદી સરકારની ઓફર: 25 વર્ષ સુધી મફત મળશે વીજળી, બસ તમારે કરવું પડશે આટલું કામ

 | 11:38 am IST
  • Share

કેન્દ્ર સરકારની એક એવી સ્કીમ છે, જેમાં તમે અંદાજે 70000 રૂપિયા ખર્ચ કરીને 25 વર્ષ સુધી મફત વીજળી મેળવી શકો છો. તેનાથી તમને ફાયદો એ થશે કે દર મહિને વીજળીના ભારે-ભરખમ બીલનું ટેન્શન ખત્મ કરવા માટે એક સારી ઓફર મળે છે. સોલર પેનલ લગાવનારને કેન્દ્ર સરકારનું ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય રૂફટોપ સોલર પ્લાન્ટ પર 30 ટકા સબસિડી આપે છે. સબસિડી વગરના રૂફટોપ સોલર પેનલ લગાવા પર અંદાજે 1 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે.

એક સોલર પેનલની કિંમત અંદાજે 1 લાખ રૂપિયા છે. રાજ્યોના હિસાબથી આ ખર્ચ અલગ થશે. સબસિડી બાદ એક કિલોવોટનો સોલર પ્લાન્ટ મત્ર 60000થી 70000 રૂપિયામાં કયાંય પણ ઇન્સટોલ કરી શકાય છે. જયારે કેટલાંક રાજ્ય તેના માટે અલગથી સબસિડી પણ આપે છે.

કયાંથી ખરીદવી સોલર પેનલ
– સોલર પેનલ ખરીદવા માટે તમે રાજય સરકારની રિન્યુએલબલ એનર્જી ડેવલપમેન્ટ ઓથોરિટીનો સંપર્ક કરી શકો છો.
– રાજયોના મુખ્શ શહેરોમાં કાર્યાલય બનાવામાં આવ્યા છે. દરેક શહેરમાં પ્રાઇવેટ ડીલર્સની પાસે પણ સોલર પેનલ ઉપલબ્ધ છે
– ઓથોરિટીથી લોન લેવા માટે પહેલો સંપર્ક કરવો પડશે, સબસિડી માટે ફોર્મ પણ ઓથોરિટી કાર્યાલયમાંથી મળશે

સોલાર પેનલનું આયુષ્ય 25 વર્ષ હોય છે
સોલાર પેનલનું આયુષ્ય 25 વર્ષનું હોય છે. આ વીજળી તમને સૌર ઉર્જામાંથી મળશે. તેની પેનલ પણ તમારી છત પર લાગશે. આ પ્લાન્ટ એક કિલોવોટથી પાંચ કિલોવોટ ક્ષમતા સુધી હશે. આ વીજળી માત્ર મફત જ નથી હોતી, પરંતુ પ્રદૂષણ મુકત પણ હશે.

પાંચસો વોટ સુધીના સોલર પેનલ મળશે
સરકારની તરફથી પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખતા આ પહેલ શરૂ કરાઇ છે. જરૂરિયાત પ્રમાણે પાંચ સો વોટ સુધીની ક્ષમતાને સોલર પાવર પેનલ લગાવી શકાય છે. તેના અંતર્ગત પાંચ સો વોટની દરેક પેનલ પર 50000 રૂપિયા સુધી ખર્ચ આવશે.

10 વર્ષમાં બદલવી પડશે બેટરી
સોલાર પેનલમાં મેન્ટેનર્સ ખર્ચ આવતો નથી, પરંતુ દર 10 વર્ષે એક વખત બેટરી બદલવી પડે છે. તેનો ખર્ચ અંદાજે 20 હજાર રૂપિયા થાય છે. આ સોલાર પેનલને એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી ખસેડી શકાય છે.

એસી પણ ચાલશે
એક કિલોવોટ ક્ષમતાના સોલાર પેનલમાં સામાન્ય રીતે એક ઘરની જરૂરિયાત પૂરતી વીજળી મળી શકે છે. જો એસી ચલાવું હોય તો બે કિલોવોટ અને બે એસી ચલાવા છે તો ત્રણ કિલોવોટ ક્ષમતાના સોલર પેનલની જરૂર પડશે.

બેન્કમાંથી મળશે હોમ લોન
સોલાર પાવર પ્લાન્ટ લગાવા માટે જો પૂરા 60000 રૂપિયા નથી તો તમે કોઇપણ બેન્કમાંથી હોમ લોન લઇ શકો છો. નાણાં મંત્રાલયે તમામ બેન્કોને હોમલોન આપવાનું કહ્યું છે. અત્યાર સુધી બેન્ક સોલાર પ્લાન્ટ માટે લોન આપતું નહોતું.

વેચી પણ શકો છો એનર્જી
રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ, અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં સોલર એનર્જીને વેચવાની સુવિધા પણ આપી રહ્યાં છે. તેના અંતર્ગત સોલાર પાવર પ્લાન્ટમાંથી પેદા કરાયેલ વધુ વીજળી પાવર ગ્રીડથી જોડી રાજ્ય સરકારને વેચી શકાશે. ઉત્તર પ્રદેશે સોલાર પાવરનો પ્રયોગ કરવા માટે પ્રોત્સાહન સ્કીમ શરૂ કરી છે. તેના અંતર્ગત સોલાર પેનલના ઉપયોગ પર વીજળી બીલમાં છૂટ મળશે.

કમાણી કેવી રીતે કરશો
ઘરની છત પર સોલાર પ્લાન્ટ લગાવીને વીજળી બનાવી શકાય છે. તેને વેચીને તમે પૈસા કમાઇ શકો છો, તેના માટે આ કામ કરવું પડશે…
– લોકલ વીજળી કંપનીઓથી ટાઇઅપ કરીને વીજળી વેચી શકો છો. તેના માટે લોકલ વીજળી કંપની પાસેથી તમારે લાઇસન્સ પણ મેળવવું પડશે
– વીજળી કંપનીઓની સાથે પાવર પર્ચેસ એગ્રીમેન્ટ કરવાનો રહેશે
– સોલાર પ્લાન્ટ લગાવા માટે પ્રતિ કિલોવોટ કુલ રોકાણ 60-80 હજાર રૂપિયા થશે
– પ્લાન્ટ લગાવી વીજળી વેચવા પર તમને યુનિટ દીઠ 7.75 રૂપિયાના દરે પૈસા મળશે

રાજ્યોને આપ્યું સરકારે લક્ષ્ય
મંત્રાલયે તમામ રાજ્યો માટે લક્ષ્ય નક્કી કરી દીધું છે. મંત્રાલયના મતે રૂફટોપ સોલાર પ્લાન્ટથી સૌથી વધુ વીજળી તૈયાર કરવાનું લક્ષ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશને આપ્યું છે. મહારાષ્ટ્ર 2022 સુધીમાં 4700 મેગાવોટ અને ઉતત્ર પ્રદેશને 4300 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવાનું છે. આ સિવાય ગુજરાતને 3200 મેગાવોટ, તામિલનાડુને 3500 મેગાવોટ, મધ્યપ્રદેશને 2200 મેગાવોટ, ઓરિસ્સાને 1000 મેગાવોટ, પ.બંગાળને 2100 મેગાવોટ, કર્ણાટકને 2300 મેગાવોટ, દિલ્હીને 1100 મેગાવોટ, છત્તીસગઢને 700 મેગાવોટનો લક્ષ્યાંક આપ્યો છે. નાના રાજ્યો માટે 100થી 250 મેગાવોટ સુધીનો લક્ષ્યાંક આપવાનો નિર્ણય લેવાયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો