government special scheme with just 1 rupee insurance
  • Home
  • Business
  • મોદી સરકારની ખાસ યોજના, 1 રૂપિયો ખર્ચી મેળવો આટલા લાખનો વીમો

મોદી સરકારની ખાસ યોજના, 1 રૂપિયો ખર્ચી મેળવો આટલા લાખનો વીમો

 | 4:37 pm IST

સામાન્ય માણસના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મોદી સરકારે વીમાની શરૂઆત કરી હતી. સામાન્ય રીતે લોકો વીમા લેવાથી ડરતા હોય છે કારણ કે તે એક મોંઘો સોદો છે. જેના માટે ગરીબ લોકો નાણાં એકત્ર કરી શકતા નથી. તે વાત ધ્યાનમાં રાખીને વડાપ્રધાન સુરક્ષા વીમા યોજના (Pradhan Mantri Suraksha Bima Yojana)ની શરૂઆત કરવામાં આવી હતી. જે ફક્ત એક રૂપિયા એક મહિને આપીને 2 લાખનો મૃત્યુ વીમો આપે છે. આ યોજનાનો લાભ લેવા માટે દર મહિને ફક્ત એક રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. એટલે, એક વર્ષમાં માત્ર 12 રૂપિયા ખર્ચ કરીને, તમે 2 લાખ વીમા મેળવી શકો છો.

આ રીતે લઇ શકો છો વીમો:
તમે ઓનલાઇન પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (પી.એમ.એસ.બી.વાય.) નું ફોર્મ ભરી શકો છો અથવા બેંકની મુલાકાત લઈ શકો છો. તમે આ વીમાને કોઈપણ બેંક દ્વારા લઈ શકો છો. જાહેર ક્ષેત્રમાં ખાનગી બેંકોએ તેમની વેબસાઇટ્સથી સંબંધિત સંપૂર્ણ માહિતી પણ આપી છે. આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર પાસે એક બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. વીમાનું પ્રીમાયમ સીધુ બેંક ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવે છે. આ યોજના સાથે જોડાવવા માટે ફોર્મ www.jansuraksha.gov.in પરથી ડાઉનલોડ કરી શકાય છે અને ત્યાર બાદ તેને ભરી બેંકમાં જમા કરાવવું પડશે.

18 થી 70 વર્ષના લોકો લઇ શકે છે લાભ:
વડાપ્રધાનની સુરક્ષા વીમા યોજના મેળવવા માટે અરજદાર પાસે બેંક ખાતું હોવું જરૂરી છે. ઉપરાંત, તેની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ. તેમજ આ વીમો 70 વર્ષ સુધી આપી શકાય છે. એટલે કે, જો તમે 18 વર્ષના છો અને આ વીમો લો છો, તો તમારે 70 વર્ષ સુધી માત્ર 624 રૂપિયા આપવા પડશે. અને તેની સામે તમને 2 લાખ રૂપિયાનો લાભ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન