મોદી સરકાર દવાની કંપનીઓ પર ત્રાટકી, લીધો આવો નિર્ણય - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • મોદી સરકાર દવાની કંપનીઓ પર ત્રાટકી, લીધો આવો નિર્ણય

મોદી સરકાર દવાની કંપનીઓ પર ત્રાટકી, લીધો આવો નિર્ણય

 | 10:49 am IST

કેન્દ્ર સરકારે દવા કંપનીઓ અને આયાતકારોની મનમાની પર નિયંત્રણ લાદવાનો નિર્ણય કર્યો છે. કોઈ પણ દવાની કંપની એક વર્ષમાં દવા કે સામગ્રીની કિંમતમાં ૧૦ ટકાથી વધુ વધારો કરી શકશે નહીં. જો કંપનીઓ આ આદેશને નહીં માને તો તેમના લાઇસન્સ રદ કરાશે અને તેમની વિરુદ્ધ કાયદાકીય પગલાં પણ ભરાશે. નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ આ આદેશ બહાર પાડયો છે.

આ આદેશ એનપીપીએ પોતાના એ હેવાલ બાદ બહાર પાડયો છે, જેમાં એવો ખુલાસો થયો હતો કે ખાનગી હોસ્પિટલો પોતાને ત્યાં દવાના ડબ્બા પર વધુ એમ.આર.પી. લખાવી વધુ નફો કમાય છે. એનપીપીએ ગયા અઠવાડિયે બહાર પાડેલા આદેશમાં કહ્યું છે કે, જો દવા કંપનીઓ મહત્તમ રિટેઇલ પ્રાઇસથી ૧૦ ટકા વધુ કિંમત એક વર્ષમાં વધારી દેશે તો તેના પર વ્યાજ સાથે વધારાની કિંમતની વસૂલી કરાશે. એટલું જ નહીં કંપનીઓ પાસેથી દંડ પણ વસૂલ કરાશે. વધેલી કિંમતનું વ્યાજ ત્યારથી લેવાશે જ્યારથી કંપનીએ ખોટી રીતે એમઆરપી વધારી હશે.

તમામ દવા પર આદેશ અમલી
એનપીપીએ એ કહ્યું છે કે આ આદેશ તમામ પ્રકારની દવા પર અમલી બનશે, પછી ભલે તે શેડયૂલ ડ્રગ્સ ( કિંમત પર સરકારી નિયંત્રણ હોય એવી દવા )ની યાદીમાં હોય કે નોન શિડયૂલ ડ્રગ્સ ( સરકારી નિયંત્રણ ન હોય એવી કિંમત ધરાવતી દવા)ની યાદીમાં હોય.
એનપીપીએના આદેશનો અમલ કરવા અને તેના પર નજર રાખવાનું કામ સેન્ટ્ર્લ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને કરાવવાનો છે.

કેમિસ્ટોને ૧૬ ટકા વધુ કિંમતે દવા મળે છે !
૯ પૂર્વ આઇએમએ પ્રમુખ ડો.કે.કે. અગ્રવાલના જણાવ્યા પ્રમાણે સ્ટોકિસ્ટોને દવા ઉત્પાદન કિંમત કરતાં ૫ ટકા અને કેમિસ્ટને ૧૬ ટકા વધુ ભાવે મળે છે. જો કોઈ દવા બનાવવામાં ૫ રૃપિયાનો ખર્ચ આવે તો તેના પર સ્ટોકિસ્ટને ૫.૪૦ રૃપિયામાં વેચાય અને કેમિસ્ટને ૫.૮૦ રૃપિયામાં વેચાશે. મતલબ કે રિટેઇલર જે કિંમત પર દવા વેચે, તેના પર તે ૧૬ ટકા ઓછું ઉત્પાદન ખર્ચ હોય છે ! નોન શિડયૂલ દવાઓમાં આ ટકાવારી સ્ટોકિસ્ટોની પાસે ૧૦ અને રિટેઇલર પાસે ૨૦ ટકા હોવી જોઈએ.

હોસ્પિટલનો ખેલ !
એનપીપીએના હેવાલ મુજબ મોટી હોસ્પિટલો દવા બનાવતી કંપનીઓ પાસેથી સીધી દવા ખરીદે છે. દવા કંપનીઓ હોસ્પિટલની માગણી પ્રમાણેની કિંમત પણ લખી આપે છે ! જ્યારે અન્યત્ર એ જ દવા જુદી જ એમઆરપીથી વેચાતી હોય છે !
વધુ એમઆરપી હોય તો ફરિયાદ ક્યાં કરવી ?
વધારે કિંમત વસૂલાતી હોવાની ફરિયાદ એનપીપીએ, ડ્રગ્સ કંટ્રોલર અને ઉપભોકતા વિભાગના મંત્રાલયને કરી શકાય છે.
કોની કોની કિંમત નિયંત્રણમાં આવશે ?
એનપીપીએ આ ઉપભોક્તા ચીજોને પણ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ આવરી લીધી છે.
ડિસ્પોઝેબલ હાઇપોર્ડિમક સિરિંજ
ડિસ્પોઝેબલ હાઇપોર્ડિમક નિડલ્સ
ડિસ્પોઝેબલ પરફ્યૂઝન સેટ્સ
ઇનવિટ્રો ડાયગ્નોસ્ટિક ડિવાઇસ ઓફ એચઆઇવી અને એચસીવી
ઇન્ટ્રા ઓક્યુલર લેન્સ
આઇવી કૈન્યૂલા
બોન સિમેન્ટ્સ
હાર્ટ વાલ્વ
સ્કાલ્પ વેન સેટ
ઓર્થોપેડિક ઇમ્પ્લાન્ટ ( હિપ ઇમ્પ્લાન્ટ પણ સામેલ )
ઇન્ટરનલ પ્રોસ્થેટિક રિપ્લેસમેન્ટ ( ડેન્ટલ અને કોક્લિયર ઇમ્પ્લાન્ટ )