કોંગ્રેસ માટે કમરતોડ સાબિત થશે મોદી સરકારની આ યોજના!! - Sandesh
  • Home
  • Featured
  • કોંગ્રેસ માટે કમરતોડ સાબિત થશે મોદી સરકારની આ યોજના!!

કોંગ્રેસ માટે કમરતોડ સાબિત થશે મોદી સરકારની આ યોજના!!

 | 3:01 pm IST

લગભગ તમામ રાજકીય પક્ષોએ પોતપોતાની રીતે 2019ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો જ્યાં એક તરફ સત્તામાં પાછા ફરવાના પ્રયાસ કરી રહ્યાં છે, ત્યાં બીજી તરફ સત્તાધારી ભાજપ સામે ફરીથી સરકાર બનાવવાનો પડકાર છે. વિરોધ પક્ષોના નેતાઓએ જ્યાં ભાજપની વર્તમાન સરકારની ખામીઓ ગણાવી રહી છે, તો સામે સત્તાધારી પક્ષ પોતાની સફળતાઓ ગણાવી રહ્યો છે. આરોપ-પ્રત્યારોપના આ ખેલમાં બંને તરફથી એકબીજાની મતબેંકમાં ગાબડું પાડવાના પ્રયાસ થઈ રહ્યાં છે.

છેલ્લા ચાર વર્ષના કાર્યકાળમાં મોદી સરકારે નોટબંધી, જીએસટી સહિતના અનેક મોટા નિર્ણય લીધા છે. જેને સરકાર દેશહિતમાં લેવાયેલા નિર્ણય ગણાવી રહી છે. તો આ સમયગાળા દરમિયાન અનેક ઠેકાણે લોકોના રોષનો પણ સામનો કરવો પડ્યો. હવે સરકાર પાસેથી એક વર્ષ કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે, માટે તે લોકલુભાવના યોજનાઓ મારફતે જનસમર્થન હાંસલ કરવાના પ્રયાસ કરી રહી છે.

મોદી સરકાર વયોશ્રી યોજના લાવવા જઈ રહી છે. આ યોજનાથી દેશની મોટી જનસંખ્યાને લાભ થશે. જો આ યોજનાના રાજકીય અર્થ કાઢવામાં આવે તો કોંગ્રેસને ભારે નુંકશાન ઉઠાવવું પડી શકે છે. એટલે કે કોંગ્રેસની મતબેંકમાં મોટું ગાબડું પડી શકે છે.

દેશની વોટિંગ પેટર્ન પર નજર કરવામાં આવે તો એ કહી શકાય કે, સીનિયર સિટીઝન કે વરિષ્ઠ નાગરિકોનો એક મોટો વર્ગ કોંગ્રેસનો સમર્થક માનવામાં આવે છે. તેવી જ રીતે એવું પણ માનવામાં આવે છે કે, યુવા મતદાતા ભાજપ પ્રત્યે ઝુકાવ ધરાવે છે. તેવામાં કોંગ્રેસ એક તરફ રાહુલ ગાંધીના નેતૃત્વમાં યુવા મતદાતાઓને પાર્ટી સાથે જોડવાના પ્રયાસ કરી રહી છે, જ્યારે ભાજપે હવે વરિષ્ઠ નાગરિકોનો વિશ્વાસ હાંસલ કરવાનો પ્રયાસ કરી રહી છે.

વયોશ્રી યોજનાથી વૃદ્ધોને થશે લાભ

સમાન્ય રીતે ઉંમરલાયક મતદાતાઓ પોતાનું મન જલદી નથી બદલતા. જ્યારે યુવા મતદાતાઓના નિર્ણયમાં થતુ પરિવર્તન અત્યંત ઝડપી હોય છે. સાથે જ ઉંમરલાયક મતદાતા સરકાર પાસેથી સીધા લાભની અપેક્ષા રાખતો હોય છે. કારણ કે, વધારે પડતી ઉંમરના કારણે દોડધામ કરવી વૃદ્ધો માટે મુશ્કેલ હોય છે. ઉંમરેની સાથે સહારો લઈને ચાલવું, ચશ્મા, કાન નબળા પડવાના કારણે સાંભળવાના મસીન વગેરેની જરૂર પડે છે. ઘણીવાર પૈસાની અછતના કારણે વૃદ્ધો આ સામાન ખરીદી નથી શકતા. વૃદ્ધોની આ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ મોદી સરકાર વયોશ્રી યોજના શરૂ કરવા જઈ રહી છે.

2019ની લોકસભાની ચૂંટણી પહેલા તેને સાકાર બનાવવાની તૈયારી

આ યોજના અંતર્ગત વૃદ્ધોને ચશ્મા, લાકડી, ટ્રાઈ સાઈકલ, ટ્રાઈ મોટર અને સાંભળવાના મસીન વગેરે આપવામાં આવી રહી છે. પહેલા તબક્કામાં આ યોજના 292 જીલ્લાઓમાં અમલી બનશે. હાલ આ યોજનાને દરેક રાજ્યના બે-બે જીલ્લાઓમાં લાગુ કરવામાં આવી છે. યોજનામાં શામેલ કરવામાં આવેલા જીલ્લાઓમાં મોટા ભાગના એસસી-એસટી વસ્તી ધરાવતા જીલ્લાઓનો શમાવેશ કરવામાં આવ્યો છે. આગામી 6 મહિનાની અંદર લગભગ 100 જીલ્લામાં આ યોજના પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. યોજના સાથે સંકળાયેલા એલિમ્કો (આર્ટીફિશિયલ લિમ્બર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા)ને ઝડપથી કામગીરી કરવાનું કહેવામાં આવ્યું છે.