મોદી સરકાર લેવા જઇ રહી છે ખુબ મોટો નિર્ણય, 2.63 કરોડ ખેડૂતોને થશે સીધો લાભ - Sandesh
  • Home
  • India
  • મોદી સરકાર લેવા જઇ રહી છે ખુબ મોટો નિર્ણય, 2.63 કરોડ ખેડૂતોને થશે સીધો લાભ

મોદી સરકાર લેવા જઇ રહી છે ખુબ મોટો નિર્ણય, 2.63 કરોડ ખેડૂતોને થશે સીધો લાભ

 | 9:07 pm IST

તાજેતરમાં હાથ ધરવામાં આવેલી વિધાનસભા ચૂંટણીમાં પરાજય થતાં ભાજપને ભારે આંચકો લાગ્યો છે. તે કારણે લુપ્ત થયેલો જનાદાર પરત મેળવવા આગામી લોકસભા ચૂંટણીને જોતાં ભાજપ સરકાર કોઈક મોટી યોજનાની જાહેરાત કરી શકે છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્રની મોદી સરકાર વર્ષ 2019માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલાં ખેડૂતોના ચાર લાખ કરોડ રૂપિયાના દેવા માફ કરી શકે છે. એક અહેવાલ મુજબ મોદી સરકાર પોતાની આ યોજના હેઠળ 2.63 કરોડ ખેડૂતોના દેવા માફ કરી શકે છે. હિન્દીભાષી પટ્ટા જેવા પોતાના મજબૂત જનાદાર ધરાવતા વિસ્તારોમાં જ પરાજય થતાં મોદી સરકાર ખેડૂતો માટે દેવામાફીની યોજના જાહેર કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે આ હિન્દીભાષી રાજ્યોમાં આવકનું મુખ્ય સાધન ખેતી છે. ભાજપના વર્તમાન પરાજય માટે પણ ખેડૂતોની નારાજગી માનવામાં આવે છે. સાધનોનું માનવું છે કે લોકસભા ચૂંટણી આડે ખાસ સમય નથી બચ્યો તેવામાં મતદારોને આકર્ષવા મોદી સરકાર આ પગલું લઈ શકે છે. દેવા માફી ઉપરાંત સરકાર ખેડૂતોને સમર્થન મુલ્ય વગેરેની પણ જાહેરાત કરી શકે છે. અર્થશાસ્ત્રી અશોક ગુલાટીનું કહેવું છે કે સરકારે ખેડૂતોની સમસ્યાઓને હલ કરવા કોઈ ખાસ પગલાં નથી લીધા તેવામાં હવે સરકાર ખેડૂતોના દેવામાફી જેવી લોભામણી યોજના લાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે આવું બનશે તો કોઈપણ સરકાર દ્વારા ખેડૂતોે માટે જાહેર થયેલી રાહત પૈકી આ સૌથી મોટી રાહત બની રહેશે. અગાઉ યુપીએ સરકારે પણ ખેડૂતોના ૭૨ હજાર કરોડના દેવાની માફી કરી હતી. તેને કારણે વર્ષ 2009માં યુપીએ સરકાર લોકસભા ચૂંટણીમાં વધુ બહુમતી સાથે સત્તામાં પાછી ફરી હતી.

વધી શકે છે કે રાજકોષીય ખાધ

જોકે મોદી સરકાર દેવા માફી જેવી કોઈ યોજના જાહેર કરશે તો અર્થવ્યવસ્થાને નુકસાન થઈ શકે છે. દેવા માફી જાહેર થતાં દેશની રાજકોષીય ખાધ ઘટી શકે છે. હાલમાં દેશની રાજકોષીય ખાધ કુલ જીડીપીના ૩ ટકાથી વધુ થઈ ચુકી છે. સરકારે આ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધને કુલ જીડીપીના 3.3 ટકા કે 6.24 લાખ કરોડ સુધી સીમિત રાખવાની યોજના ઘડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન