Corona: Modi Government Will Give Ration To 80cr Indians Under PDS
  • Home
  • Corona live
  • દેશનાં લોકડાઉનની વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, 80 કરોડ લોકો થઇ જશે ‘ટેન્શન ફ્રી’

દેશનાં લોકડાઉનની વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, 80 કરોડ લોકો થઇ જશે ‘ટેન્શન ફ્રી’

 | 5:31 pm IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં કેબિનેટે 80 કરોડ લોકોને સસ્તા દરે અનાજ આપવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટ બેઠક બાદ કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે સરકારે 80 કરોડ લોકોને 27 રૂપિયા કિલોગ્રામવાળા ઘઉં માત્ર 2 રૂપિયે પ્રતિ કિલોગ્રામમાં અને 37 રૂપિયે કિલોગ્રામવાળા ચોખા 3 રૂપિયે પ્રતિ કિલોગ્રામ આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે, “સરકારે રાજ્ય સરકારોને 3 મહિનાનો એડવાન્સ સામાન ખરીદવા કહ્યું છે.”

સરકાર પીડીએસનાં દ્વારા દેશનાં 80 કરોડ લોકોની મદદ કરશે

પ્રકાશ જાવડેકરે કહ્યું કે, “સરકાર પીડીએસનાં દ્વારા દેશનાં 80 કરોડ લોકોની મદદ કરશે. કોઈપણ જરૂરી સામાનની ઉણપ નહીં થવા દઇએ. રાજ્ય સરકારો પણ લોકોની મદદ કરી રહી છે. જીવ બચાવવા માટે લોકડાઉનની જરૂર છે. ત્રણ મહિનાનું રાશન આપવામાં આવશે. લોકોને જરૂરી ચીજો મળતી રહેશે. અફવાઓથી બચવાની જરૂર છે.” આ પહેલા ઉપભોક્તા મામલાઓનાં મંત્રી રામવિલાસ પાસવાને બુધવારનાં કહ્યું કે, “75 કરોડ બેનિફિશિયરી પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન લિસ્ટ અંતર્ગત એકવારમાં 6 મહિનાનું રાશન લઇ શકે છે. સરકારે આ નિર્ણય કોરોનાને ધ્યાને લેતા લીધો છે. સરકાર પાસે 435 લાખ ટન સરપ્લસ અનાજ છે. આમાં 272.19 લાખ ટન ચોખા, 162.79 લાખ ટન ઘઉં છે.”

સરકારને વાર્ષિક 1.4 લાખ કરોડ રૂપિયા ખર્ચ થાય છે

ઉલ્લેખનીય છે કે સરકાર પીડીએસ સિસ્ટમ અંતર્ગત દેશભરની 5 લાખ રાશનની દુકાનો પર બેનિફિશિયરીને 5 કિલોગ્રામ સબ્સીડાઇઝ્ડ અનાજ દર મહિને આપે છે. આના પર સરકારને વાર્ષિક 1.4 લાખ કરોડ રૂપિયા ખર્ચ થાય છે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત રાશન દુકાનો દ્વારા સબ્સિડાઇઝ્ડ રેટ પર મળે છે. 3 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ચોખા, 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઘઉં અને 1 રૂપિયા પ્રતિ કિલોગ્રામ કૉર્સ અનાજ વેચે છે.

અર્થવ્યવસ્થાને 120 અબજ ડૉલરનું નુકસાન થઈ શકે છે

નિષ્ણાતોનું માનવું છે કે કોરોના વાયરસનાં સંક્રમણને રોકવા માટે દેશભરમાં કરવામાં આવેલા લોકડાઉનથી અર્થવ્યવસ્થાને 120 અબજ ડૉલર (લગભગ 9 લાખ કરોડ રૂપિયા)નું નુકસાન થઈ શકે છે. આ ભારતનાં જીડીપીનાં 4 ટકા બરાબર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન