Modi Government Will Increase Minimum Salary of Central Employees
  • Home
  • Business
  • મોદી સરકારનાં કર્મચારીઓ માટે ખુશખબર, વધી જશે 8 હજાર રૂપિયા જેટલી સેલરી

મોદી સરકારનાં કર્મચારીઓ માટે ખુશખબર, વધી જશે 8 હજાર રૂપિયા જેટલી સેલરી

 | 9:33 pm IST

પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર તરફથી કેન્દ્રીય કર્મચારીઓને ટૂંક સમયમાં જ ખુશખબરી મળી શકે છે. સરકાર કર્મચારીઓનું ન્યુનતમ વેતન વધારવા માટે વિચાર કરી રહી છે. સુત્રોએ જણાવ્યું છે કે, વિભિન્ન મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે કે, 10 નવેમ્બર બાદ સરકારની એક મહત્વપુર્ણ બેઠક થશે, જેમાં અનેક મુદ્દાઓ ઉપર નિર્ણય લેવામાં આવી શકે છે.

જાણકારી પ્રમાણે, આ બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓનાં ન્યુનતમ વેતન ઉપર પણ વાત થઈ શકે છે. જો બધું ઠીક રહ્યું અને કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવ પર મહોર લાગી જાય છે, તો ટૂંક સમયમાંજ વિત્ત મંત્રાલય તરફથી તેના ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી શકે છે.

જો કે રિપોર્ટ પ્રમાણે સરકારને આ નિર્ણય લેવામાં તકલીફ પડી શકે છે. અને તેની પાછળ હાલની આર્થિક સ્થિતિ જણાવવામાં આવી રહી છે. પણ અન્ય ખબરોનું માનીએ તો ન્યુનતમ વેતનમાં વધારો 2020 પહેલાં જ કરવામાં આવશે. સુત્રો જણાવે છે કે, વધારો દિવાળી પહેલાં જ થવાનો હતો. પણ મંદીની માર અને અર્થવ્યવસ્થાને કારણે આ નિર્ણયમાં વિલંબ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે, કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી સાતમા વેતન આયોગની ભલામણો હેઠળ ન્યુનતમ વેતન વધારાની માગ કરી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓઃ

રાજકોટના જામકંડોરણામાં ખેડૂતનો આપઘાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન