પાક-ચીનની સંપત્તિઓ વેચવાની તૈયારીમાં મોદી સરકાર, થશે 1 લાખ કરોડની કમાણી!

કોરોના કાળમાં આર્થિક સંકટનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ શત્રુ દેશોની સંપત્તિ વેચી શકે છે. અને તેનાથી એક લાખ કરોડ રૂપિયાથી પણ વધારેની કમાણી થઈ શકે છે. જણાવી દઈએ કે, શત્રુ સંપત્તિ વેચવાની યોજના પર લાંબા સમયથી કામ થઈ રહ્યું છે, પણ કોરોના કાળમાં તેને જલ્દીથી પતાવી શકાય છે. આ માટે કાનૂન લાવવાની પણ સલાહ આપવામાં આવી છે.
વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્યએ જણાવ્યું કે, ભારત અને પાકિસ્તાન બંનેએ 1965ના યુદ્ધ બાદ શત્રુ સંપત્તિના અધિગ્રહણ માટે કાનૂન બનાવ્યો છે. પાકિસ્તાન આવી સંપત્તિને 1971માં જ વેચી ચૂક્યો છે. પણ ભારત આ મામલે 49 વર્ષ બાદ પણ પાછળ છે તેવું પરિષદના સભ્યએ જણાવ્યું હતું. તેઓએ આગળ કહ્યું કે, તમારે સરકારી સંપત્તિનું મુદ્રીકરણ કરવું જોઈએ જેથી આગળ ખર્ચ કરવા માટે તમારી પાસે ધન ઉપલબ્ધ હોય. તેઓએ કહ્યું કે, આ શત્રુ સંપત્તિનું મૂલ્ય 3 વર્ષ પહેલાં એક લાખ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું હતું.
આર્થિક સલાહકાર પરિષદના સભ્યએ કહ્યું કે, આ રીતે સંપત્તિઓ વેચીને અતિક્રમણ હટાવવું અને માલિકાના હકની વિસંગતતાઓ દૂર કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. જણાવી દઈએ કે, આ પ્રકારની 9404 સંપત્તિઓ છે કે જે 1965માં સરકાર દ્વારા નિયુક્ત કસ્ટોડિયનને આધીન થઈ ગઈ હતી. સાધારણ ભાષામાં સમજીએ તો તેનો મતલબ દુશ્મન દેશની ભારતમાં રહેલી સંપત્તિ સાથે છે. ભારતના દુશ્મન દેશોમાં પ્રમુખ રીતે ચીન અને પાકિસ્તાન જ છે.
આ તે સંપત્તિ છે કે જે 1947માં પાકિસ્તાનના ભાગલા બાદ ભારતની પાસે રહી ગઈ હતી. તેમાં ઘર-મકાન, હવેલી, જમીન, જ્વેલરી, કંપનીઓ વગેરે સામેલ છે. અને આ તમામ વસ્તુઓ પર ભારત સરકારનો કબ્જો છે. જેને લઈ હવે મોદી સરકાર આ વર્ષે જ હાઈ લેવલ કમિટી બનાવી છે. કેન્દ્ર દ્વારા જે 3 કમિટીઓ બનાવવામાં આવી છે, તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ અને નીતિન ગડકરી સામેલ છે.
આ વીડિયો પણ જુઓઃ નવસારીના મીનકુનિયામાં ફાયરિંગ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન