Modi Government's 3 Decisions Against Powerful China
  • Home
  • Featured
  • શક્તિશાળી ચીનને મોદી સરકારે આપ્યા આ 3 મોટા ઝટકા, તમતમી ગયું ‘ડ્રેગન’

શક્તિશાળી ચીનને મોદી સરકારે આપ્યા આ 3 મોટા ઝટકા, તમતમી ગયું ‘ડ્રેગન’

 | 4:55 pm IST

કોરોના વાયરસની મહામારીએ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રિય સંબંધોને પણ ખરાબ રીતે પ્રભાવિત કર્યા છે. એક તરફ સુપરપાવર અમેરિકા ચીન સાથે તમામ સંબંધો ખત્મ કરવાની વાત કરી રહ્યું છે, તો બીજી તરફ યૂરોપનાં દેશ ચીનની વિરુદ્ધ કોરોના વાયરસની તપાસની માંગ કરી રહ્યા છે. ચીન પર પ્રશ્ન ફક્ત યૂરોપ અને અમેરિકાથી જ નથી ઉઠી રહ્યા, પરંતુ ભારતે પણ તેની વિરુદ્ધ પગલા ઉઠાવ્યા છે.

FDIનાં નિયમો કર્યા કડક

ગત 30 દિવસમાં ભારતે ચીનને પ્રત્યક્ષ રીતે પ્રભાવિત કરનારા અનેક પગલાં ઉઠાવ્યા છે. સૌથી પહેલા ભારતે શરૂઆત કરી વિદેશી રોકાણનાં નિયમોમાં બદલાવ કરીને. એપ્રિલ મહિનામાં ભારતે ચીન સાથે થનારા રોકાણનાં ઑટોમેટિક રૂટને બંધ કરી દીધો હતો અને ચીની રોકાણ માટે પહેલા ભારત સરકારની મંજૂરી અનિવાર્ય કરી દીધી. ભારતને એ શક્યતા લાગી રહી હતી કે કોરોના વાયરસની મહામારીમાં ભારતીય કંપનીઓનો કારોબાર ઠપ્પ પડ્યો છે અને આનો ફાયદો ઉઠાવીને ચીની કંપનીઓ આને સસ્તામાં ટેકઓવર કરી શકે છે.

મેન્યૂફેક્ચરિંગમાં ચીનને પડકાર આપવો

કોરોના મહામારીની વચ્ચે ચીનથી અનેક કંપનીઓ પોતાનો બિઝનેસ ભારત લાવવા ઇચ્છી રહી છે. આને લઇને પણ ચીન ચિંતિત છે. ભારતનાં વર્લ્ડ ફેક્ટરી બનવાનાં રિપોર્ટ પર ચીની મીડિયાએ કહ્યું હતુ કે, ભારત ચીની જગ્યા લેવાના પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ તે તેમાં ક્યારેય સફળ નહીં થાય. ચીનમાં આ ચિંતા ત્યારે વધી ગઈ જ્યારે જર્મનીની એક જૂતા કંપનીએ પોતાના મેન્યૂફેક્ચરિંગ યૂનિટ ચીનથી ઉત્તર પ્રદેશ શિફ્ટ કરવાની વાત કરી.

કોરોના વાયરસની તપાસને સમર્થન

ભારતે થોડાક દિવસ પહેલા ચીનની વિરુદ્ધ વધુ એક મોટું પગલું ઉઠાવ્યું. કોરોના વાયરસની મહામારી સંબંધિત સૌથી પહેલા કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે કોરોના વાયરસ પ્રાકૃતિક નથી અને આ કોઇક લેબમાં પેદા થયો છે. ત્યારબાદ ભારતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની બેઠકમાં કોરોના વાયરસની ઉત્પત્તિની સ્વતંત્ર આંતરરાષ્ટ્રિય તપાસનું પણ સમર્થન કર્યું. તો તાઇવાન અને હોંગકોંગને લઇને પણ ભારતે રણનીતિ બદલી છે.

તાઇવાન મામલે આડકતરી રીતે આપ્યો દબાવ

તાઇવાન અને હોંગકોંગને ચીન એક દેશ બે સિસ્ટમનો ભાગ માને છે. ભારત પણ અત્યાર સુધી તાઇવાનને લઇને બેઇજિંગની વન ચાઇના પોલિસી માનતું રહ્યું છે, પરંતુ હવે આમાં બદલાવનાં સંકેત મળી રહ્યા છે. ગત અઠવાડિયે તાઇવાનની સાઈ ઇંગ-વેને બીજીવાર રાષ્ટ્રપતિ પદનાં શપથ લીધા તો સમારંભમાં બીજેપીનાં 2 સાંસદોનો અભિનંદન સંદેશ બતાવવામાં આવ્યો. બીજેપીનાં બંને સાંસદ 41 દેશોનાં એ પ્રતિનિધિઓમાં સામેલ હતા, જેમણે તાઇવાનની રાષ્ટ્રપતિને અભિનંદન સંદેશ મોકલ્યો.

બીજી તરફ આ તમામની વચ્ચે લદ્દાખ અને સિક્કિમમાં ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે મારામારી થઈ હતી, ત્યારબાદ બંને સેનાઓ વચ્ચે તણાવ વધ્યો છે. ચીન અહીં ભારત તરફથી થઈ રહેલા નિર્માણ કાર્યનો વિરોધ કરી રહ્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે ચીનનાં સૈન્ય દબાવ છતા ભારત નિર્માણ કાર્ય નહીં રોકે.

આ વિડીયો પણ જુઓ: અમદાવાદ- હેલ્થકાર્ડના નામે છેતરપિંડી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન