કલમ 370 હટાવ્યા બાદ મોદી સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને લીધો વધુ એક મોટો નિર્ણય

કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને લઈને વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. મોદી સરકારે લાખો સરકારી કર્મચારીઓના ઘરે સમય પહેલા જ દિવાળી લાવી દીધી છે. સરકારે અહીં કર્મચારીઓને 7માં વેતના પંચનો લાભ આપવાની જાહેરાત કરી દીધી છે.
જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કામ કરનાર સરકારી કર્મચારીઓને સરકાર તરફથી દિવાળીની ભેટ આપવામાં આવી છે. ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કામ કરનારા સરકારી કર્મચારીઓ માટે સાતમું પગાર પંચ લાગુ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
Central government has approved the proposal of payment of all 7th Central Pay Commission allowances to the government employees of Union Territory of Jammu and Kashmir and Union Territory of Ladakh, which shall come into existence from 31st October, 2019.
— ANI (@ANI) October 22, 2019
આગામી 31 ઓક્ટબરથી નવા નિયમ મુજબ તેને લાગુ કરવામાં આવશે. સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી 4.30 લાખ કર્મચારીઓને સીધો ફાયદો થશે. સરકારના આ નિર્ણય કેન્દ્ર શાસિત પ્રદેશ બનનાર જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં 31 ઓક્ટબરથી લાગુ કરવામાં આવશે.
ગૃહ મંત્રીએ 31 ઓક્ટબરથી અસ્તિત્વમાં આવતા જમ્મુ કાશ્મીર અને લદ્દાખના તમામ કર્મતારીઓને સાતમા પગાર પંચની રજૂઆતને સ્વીકારી છે. ગૃહ મંત્રાલય તરફથી આ સંબંધિત આદેશ જાહેર કરવામાં આવ્યા છે. વર્તમાન જમ્મુ કાશ્મીરના રાજ્યોમાં કાર્યરત 4.5 લાખ સરકારી કર્મચારીઓને સામા પગાર પંચની રજૂઆતના અનુરૂપ તમામ ભથ્થા જેવા કે ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ, હોસ્ટેલ એલાઉન્સ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, લીવ ટ્રાવેલ કન્શેશન (LTC), ફિક્સ મેડિકસ એલાઉન્સ જેવા અન્ય ભથ્થા આપવા પર કુલ ખર્ચ અંદાજે 4800 કરોડ રૂપિયા આવશે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને કેન્દ્રને વર્ષે 4800 કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડશે.
આ વીડિયો પણા જુઓ :ભારત-પાકિસ્તાન સીમા પર ફરીથી દેખાયા ડ્રોન
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન