Modi Govt Ban Import on National Flag Tiranga, Diwali Gift to Khadi
  • Home
  • Featured
  • ચીનના રાષ્ટ્રપતિ ઘરે પહોંચતા જ મોદી સરકારે આપ્યો જોરદાર ઝાટકો, લગાવી દીધો પ્રતિબંધ

ચીનના રાષ્ટ્રપતિ ઘરે પહોંચતા જ મોદી સરકારે આપ્યો જોરદાર ઝાટકો, લગાવી દીધો પ્રતિબંધ

 | 6:58 pm IST

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની મુલાકાત કરીને સ્વદેશ પહોંચ્યા જ છે ત્યારે મોદી સરકારે તેમની ઝાટકો આપ્યો છે. ભારત સરકારે ભારતીય રાષ્ટ્રીય ધ્વજને લઈને તેની આયાતનીતિમાં મોટા ફેરફાર કર્યા છે.

આ નવી નીતિ પ્રમાણે ઈન્ડિયન ફ્લેગ કોડના નિયમો પર જે રાષ્ટ્રધ્વજ ખરા ઉતરશે તેની જ આયાત થઈ શકશે. સરકારે ઝંડાની ડિઝાઈન અન રંગોને લઈને એક નિયમ બહાર પાડ્યો છે.

ગત સપ્તાહે વિદેહ વ્યાપાર મહાનિર્દેશાલય તરફથી જાહેર કરવામાં આવેલી એક અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે, ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા 2002ના પાર્ટ-1, સેક્શન 1.2માં સૂચવવામાં આવેલા માપદંડોના કારણે ભારતીય ઝંડાની આયાત કરી શકાશે નહીં.

ચીનના રાષ્ટ્રપતિ તાજેતરમાં જ ભારતના પ્રવાસે આવ્યા હતાં. અહીં ભારત સાથે ચીનના અનેક વ્યાપાર કરાર પર હસ્તાક્ષર થયા હતા. જોકે જિનપિંગ ચીન પહોંચ્યા જ છે ત્યાં ભારત સરકારે તેને એક ઝાટકો આપ્યો છે. ભારતે હવે તેના રાષ્ટ્રધ્વજની આયાતને લઈને આકરા નિયમો બનાવ્યા છે. અત્યાર સુધી નક્કી માપદંડોનું પાલન ના કરનારા દેશોમાંથી પણ ભારતીય ઝંડાઓની આયાત કરવામાં આવતી હતી. ઘર આંગણે ઉદ્યોગો દ્વારા આ દિશામાં ફરિયાદ મળતા આ પગલું ભરવામાં આવ્યું છે. આયાત થનારા મોટા ભાગના ઝંડા પ્લાસ્ટિકના બનેલા હોય છે અને તેમાં મોટા ભાગના તો ચીનમાં જ.

ખાદી શિલ્પકારો માટે દિવાળીની ભેટ

ખાદી એન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રી કમિશન (KVIC)એ સરકારના આ નિર્ણયને ખાદી સાથે જોડાયેલા લાખો શિલ્પકારોને દિવાળી ભેટ ગણાવી છે.KVICનું કહેવું છે કે, ફ્લેગ કોડ પ્રમાણે આપણા ભારતીય ઝંડાને માત્ર હાથ વડે કાંતવામાં આવેલા અને બનાવવામાં આવેલા ઉન, કોટન કે ખાદી વડે જ બનાવી શકાય છે. 15મી ઓગષ્ટ અને 26મી જાન્યુઆરીએ ઝંડાની માંગણી વધી જાય છે.

ચીનથી ઈમ્પોર્ટ કરવામાં આવી રહ્યાં હતાં ભારતીય ઝંડા

KVICના ચેરમેન વિનય કુમાર સક્સેના તરફથી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલને ઝંડાના વેચાણમાં થયેલા ઘટાડાની જાણકારી આપવામાં આવી છે. એક પત્ર લખીને સક્સેનાએ કહ્યું હતું કે, ઈમ્પોર્ટેડ ભારતીય ઝંડા મોટાભાગે પ્લાસ્ટિકમાંથી બને છે, જે ભારતના ફ્લેગ કોડનું ઉલ્લંઘન છે. KVICએ આવા ઝંડાની આયાત પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોટાભાગના ભારતીય ઝંડા ચીનથી આયાત થઈ રહ્યાં હતાં.

આ વીડિયો પણ જુઓ :પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન