Modi govt failed in COVID-19 management : Shashi Tharoor
  • Home
  • Featured
  • કોંગ્રેસના શશી થરૂર ભાન ભૂલ્યા, લાહોર ફેસ્ટિવલમાં ભારત પર લગાવ્યા ગંભીર આરોપ

કોંગ્રેસના શશી થરૂર ભાન ભૂલ્યા, લાહોર ફેસ્ટિવલમાં ભારત પર લગાવ્યા ગંભીર આરોપ

 | 1:44 pm IST

પાકિસ્તાન (Pakistan) ના મંચ પરથી શશી થરૂર (Shashi Tharoor)ના વિવાદાસ્પદ અને ભારત (India) ને બદનામ કરનાર નિવેદન બાદ ભાજપે વળતો પ્રહાર કર્યો છે. ભાજપ પ્રવકતા સંબિત પાત્રા (Sambit Patra) એ કહ્યું કે થરૂર પાકિસ્તાનમાં ભારતને બદનામ કરવાની કોશિષ કરવા માંગે છે. શું કોંગ્રેસ પાકિસ્તાનમાં ચૂંટણી લડવા માંગે છે? તેમણે કહ્યું હતું કે શશી થરૂરે ભારતને મજાક બનાવી છે અને ભારતને એક ખરાબ પરિદ્રષ્યથી દેખાડવાની કોશિષ કરી છે. 

શશી થરૂરના ગંભીર આરોપો

આપને જણાવી દઇએ કે પાકિસ્તાનના મંચ પરથી કહ્યું હતું કે ભારતમાં મુસલમાનો અને ઉત્તર-પૂર્વના લોકોની સાથે ભેદભાવ થાય છે. લાહોર થિંક ફેસ્ટિવલ (Lahore Literature Festival)માં વર્ચ્યુઅલ સંબોધનમાં તેમણે કહ્યું કે ભારતમાં એક બીજાથી ડરનો માહોલ છે. ચીની જેવા દેખાતા લોકોની સાથે ભેદભાવ થાય છે. તેમણે તબલીગી જમાતનો પક્ષ લેતા કહ્યું કે કોરોનાના સમયમાં મુસલમાનોને પરેશાન કર્યા. સાથો સાથ કહ્યું મોદી સરકાર કોરોના વાયરસના મેનેજમેન્ટમાં નિષ્ફળ ગઇ છે, તેના કરતાં તો પાકિસ્તાને સારું કર્યું છે. 

સંબિત પાત્રા એ આપ્યો વળતો જવાબ

તેમના નિવેદન પર ભાજપ નેતા સંબિત પાત્રા એ કહ્યું કે બીજો કોઇ દેશ ભારત જેવો લોકતાંત્રિક નથી. અહીં બધા માટે ચિંતાની વાત છે. થરૂરે પાકિસ્તાની મીડિયા સામે ભારત વિશે ખરાબ કહ્યું. પાત્રાએ કહ્યું કે હિન્દુસ્તાનનો એક સાંસદ આવું નિવેદન પણ આપી શકે છે. તેમણે કહ્યું કે તબલીગી જમાતને લઇ કેવા પ્રકારનો પક્ષપાત હિન્દુસ્તાનની સરકાર કરી રહી છે અને મુસલમાનોની વિરૂદ્ધ કટ્ટરતા દેખાડી રહી છે. શશી થરૂર આ વાત પાકિસ્તાન જઇ બોલી રહ્યા છે.

પાત્રાએ કહ્યું કે તેમણે કયારેય પાકિસ્તાનને પૂછવાની હિંમત કરી છે કે પાકિસ્તાન કંઇ બાજુ લઘુમતીઓ પર અત્યાચાર કરે છે અને કટ્ટરતા દેખાડે છે. દરરોજ ખબર પડે છે કે ત્યાં હિન્દુ, ઇસાઇઓ અને શિખોની સાથે શું થઇ રહ્યું છે. ત્યાં કોઇ લઘુમતીનું અપહરણ, રેપ અને હત્યા સામાન્ય વાત થઇ ગઇ છે. આખરે આ લોકો શું ઇચ્છે છે? શું પાકિસ્તાનથી કોંગ્રેસ ચૂંટણી લડવા માંગે છે?

સંબિત પાત્રા બોલ્યા કોવિડને લઇ આખું વિશ્વ જોઇ રહ્યું છે કે હિન્દુસ્તાનને નરેન્દ્ર મોદીજી એ કેવી રીતે સુરક્ષિત રાખ્યું, સમયસર લોકડાઉન થયું, કેવી રીતે 80 કરોડ લોકોને ખાદ્યાન્ન પહોંચાડવાનું કામ કર્યું અને આગળ છઠ્ઠ પૂજા સુધી ચાલતું રહેશે.

તેમણે કહ્યું કે રાહુલ ગાંધી (Rahul Gandhi ) ચીન (China) અને પાકિસ્તાનમાં પહેલાં જ હીરો બની ચૂકયા છે. તેમણે આર્ટિકલ 370 (Article 370) હટ્યા બાદ નિવેદન આપ્યું હતું કે કાશ્મીર (Kashmir)માં કેટલાંય 100 લોકો મરી ગયા છે. ત્યારબાદ તેમનો ઉલ્લેખ ઇમરાન ખાન (Imran Khan) એ કર્યો હતો અને કહ્યું કે બહુ મોટા નેતા એ આ વાત કહી છે. મણિશંકર ઐય્યર પણ પાકિસ્તાન ચેનલથી કહી રહ્યું હતું કે મોદી સરકારને તોડી પાડવી પડશે. ત્યાંનો એન્કર પણ અવાક રહી ગયો કે તેઓ કેવી રીતે સરકાર પાડશે. ભારતથી શશી થરૂર ઇમરાન ખાનની રેલીને સંબોધિત કરી રહ્યા છે. અહીં કલમ 370 ફરીથી આવી જાય જે ઇમરાન ખાન ઇચ્છે છે એ જ પી.ચિદમ્બરમ કહી રહ્યા છે. આ શું થઇ રહ્યું છે?

આ વીડિયો પણ જુઓ : વિશ્વમાં કોરોનાના કુલ 3,99,38,565 કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન