Modi Govt. failed in monsoon now Triple Talaq Bill Now Pushed To Winter Session
  • Home
  • India
  • ટ્રિપલ તલાક બિલ: રાજ્યસભામાં વધુ એક વખત લટકી પડ્યું

ટ્રિપલ તલાક બિલ: રાજ્યસભામાં વધુ એક વખત લટકી પડ્યું

 | 3:38 pm IST

સંસદના ચોમાસું સત્રના અંતિમ દિવસે ભારે રસાકસી ભર્યો રહ્યો છે. જેમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આર-પારની લડાઈ ચાલી હતી. સરકાર તરફથી સંશોધન કરીને ત્રણ તલાક બિલને રજુ કરવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો, જે પછી કોંગ્રેસ સાથે સમગ્ર વિપક્ષ તેનો વિરોધ કરી રહ્યો હતો. વિપક્ષના જોરદાર વિરોધ સામે સરકારે પીછે હઠ કરવી પડી છે. હવે રાજ્યસભામાં બિલ આગામી સત્રમાં રજુ કરવામાં આવશે.

શુક્રવારે જ્યારે સંસદની કાર્યવાહી શરૂ થઈ ત્યારે કોંગ્રેસ તરફથી રાફેલનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો અને ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જે પછી ઘણાં વિરોધી પક્ષ તરફથી ત્રણ તલાક બિલને રજુ કરવાનો જ વિરોધ કર્યો હતો. રાજ્યસભામાં બપોરે 2.30 કલાક સુધી ભારે વિરોધ થવાના કારણે આખરે સ્થગિત કરવામાં આવી હતી.

ગુરૂવારે મોદી સરકાર કેબિનેટ તરફથી બિલમાં સંશોધન કરવામાં આવ્યો છે, જે પછી બિલ સંસદમાં પણ પસાર થાય તેવી આશા રાખવામાં આવી રહી હતી. પરંતુ વિપક્ષના વિરોધના કારણે બિલ રજુ કરવામાં આવ્યું ન હતું. અત્રે નોંધનીય છે કે, કોંગ્રેસ તરફથી આ બિલમાં ઘણી ભૂલો બતાવવામાં આવી છે, જે પછી બિલમાં સંશોધન કરવામાં આવ્યું છે.

TMC સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યું કે, શુક્રવારે પ્રાઈવેટ બિલો પર ચર્ચા થતી રહે છે. એવી સ્થિતિમાં ત્રણ તલાક બિલ કેવી રીતે લાવી શકે છે. તેમના ઉપરાંત આનંદ શર્મા, રામગોપાલ યાદવે પણ બિલ રજુ કરવાનો વિરોધ કર્યો હતો. સરકાર તરફથી પણ રાજ્યસભામાં સંશોધિત બિલની કોપી સભ્યોને આપી છે.

કોંગ્રેસના નિવેદન પર વિરોધ
આ મામલે રાજ્યસભામાં મહારાષ્ટ્રથી કોંગ્રેસ સાંસદ હુસૈન દલવઈના નિવેદન પર વિવાદ શરૂ થયો અને તેમને કહ્યું કે, શંકાના આધાર પર ભગવાન રામે પણ સીતાને છોડી દીધા હતા. તમામ ધર્મમાં પુરૂષોનું વર્ચસ્વ રહેતું હોય છે તો તે સ્થિતિમાં ઈસ્લામ પર શા માટે સવાલ કરવામાં આવે છે?

યુપીએ અધ્યક્ષ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ કહ્યું છે કે, ટ્રીપલ તલાક પર તેમની પાર્ટીનું વલણ એકદમ સ્પષ્ટ છે. આ અગાઉ આજે સવારે ભાજપે સંસદમાં ટ્રિપલ તલાક બિલ પર પોતાની રણનીતિને અંતિમ સ્વરૂપ આપવા મહત્વની બેઠક યોજી હતી. જેમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, મુખ્તાર અબ્બાસ નકવી, સંસદીય કાર્યમંત્રી અનંત કુમાર સહિત અનેક મોટા નેતાઓ શામેલ થયાં હતાં.

અત્રે નોંધનીય છે કે, ત્રણ તલાકને બિન જામીન ગુનો માનવામાં આવ્યો છે, પરંતુ સંશોધનના હિસાબે મજીસ્ટ્રેટ તરફથી જામીન આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. તેમજ પીડિતા લોહીના સંબંધ ધરાવતા સગાવહાલા પણ ફરિયાદ દાખલ કરી શકે છે. અગાઉ પણ રાજ્યસભામાં આ બિલ પર ભારે વિરોધ થયો હતો. જે પછી આજે ફરી વિવાદ જોવા મળ્યો છે.