Modi Govt gives unemployment benefits under atal bimit vyakti kalyan yojna
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • નોકરી ગયા પછી સરકારની આ યોજના હેઠળ મળશે 3 મહિનાનો 50 ટકા પગાર, જાણો વિગત

નોકરી ગયા પછી સરકારની આ યોજના હેઠળ મળશે 3 મહિનાનો 50 ટકા પગાર, જાણો વિગત

 | 6:51 pm IST
  • Share

મોદી સરકારે તાજેતરમાં એમ્પ્લોય સ્ટેટ ઇન્શ્યોરન્સ એક્ટ(ESIC Act.) હેઠળ ‘અટલ વીમા કલ્યાણ યોજના’ની મુદ્દતને 3 જૂન 2021 સુધી વધારવાની જાહેરાત કરી છે. આ સ્કિમ હેઠળ કેન્દ્ર સરકારે ચુકવણીને પણ નોટિફાઇ કરી છે. ત્યાર બાદ 31 ડિસેમ્બર 2020 સુધી અમુક છૂટ સાથે સબ્સક્રાઇબર્સને 50 ટકા બેરોજગારી લાભ આપવામાં આવશે. આ ફાયદો એવા કામદારોને મળશે જેમની નોકરી 31 ડિસેમ્બર પહેલા ગઈ હોય. એમ મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ 31 ડિસેમ્બર 2020 બાદ આ સ્કીમ હેઠળ નિયમોમાં છૂટને સમાપ્ત કરવામાં આવશે. જ્યારે 1 જાન્યુઆરી 2021થી જૂન 2021 વચ્ચે ઓરિઝનલ ક્રાઇટેરિયાના આધારે જ સબ્સક્રાઇબર્સને લાભ મળી શકશે. આ અવધિમાં બેરોજગારી લાભ 50 ટકાની જગ્યાએ 25 ટકા જ મળશે. રિપોર્ટ પ્રમાણે આ સ્કીમનો લાભ સંગઠિત ક્ષેત્રના એવા કર્મચારીઓ જ લઈ શકશે જેમને ESICથી વીમો મળેલ છે અને બે વર્ષના વધુ સમયથી નોકરી કરી ચૂક્યા છે. આ સિવાય આધાર અને બેંક એકાઉન્ટ ડેટા બેસ સાથે જોડાયેલ હોવા પણ જરૂરી છે.

રિપોર્ટ પ્રમાણે વીમો ઉતરાવનાર વ્યક્તિ માટે એક શરત એવી પણ છે કે તેણે બેરોજગાર થતા પહેલા ઓછામાં ઓછા 2 વર્ષ સુધી નોકરી કરી હોય. ઉપરાંત, આ બાબતમાં ફાળો એમ્પ્લોયર દ્વારા ચૂકવવામાં આવવો જોઈએ અથવા ચૂકવવાપાત્ર હોવો જોઈએ. ખરાબ વ્યવહારના કારણે બેરોજગાર, પેન્શન પ્રોગ્રામ અથવા સ્વૈચ્છિક સેવાનિવૃતિ લેનાર લોકોને આ સ્કીમનો લાભ નહીં મળે. બેરોજગાર વ્યક્તિ પોતે જ આ ક્લેમ કરી શકે છે. જે નોકરી ગયાના 30 દિવસથી લઈ 90 દિવસ સુધી કરી શકે છે. આ ક્લેમ ઓનલાઇન સબમિટ કરવાનું રહેશે.

આ વીડિયો પણ જુઓ: ગુજરાતમાં કોંગ્રેસની સત્તા આવશે ધાનાણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન