Modi Govt turns down Russian proposal to make AK rifles with Adani
  • Home
  • Featured
  • રૂસની AK રાઇફલ ઉત્પાદન માટે અદાણી ગ્રૂપને પાર્ટનર બનાવા માંગ, મોદી સરકારે શું કહ્યું?

રૂસની AK રાઇફલ ઉત્પાદન માટે અદાણી ગ્રૂપને પાર્ટનર બનાવા માંગ, મોદી સરકારે શું કહ્યું?

 | 8:00 am IST

રાફેલ જેટ ફાઇટરનાં ફ્રાન્સ સાથેનાં સોદામાં અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ કંપનીને કોન્ટ્રાક્ટ આપવાનાં મામલે કંઇ રંધાયુ હોવાના આક્ષેપો કરાઇ રહ્યાં છે અને કૉંગ્રેસ દ્વારા ભાજપ સરકારને ઘેરવામાં આવી છે ત્યારે બીજા એક ડિફેન્સ સોદામાં ભાજપ સરકારે પાણી પહેલાં પાળ બાંધીને પ્રહારોથી બચવાનું નક્કી કર્યું છે.

જો કે વાત એમ છે કે રૂસને 3000 કરોડ રૂપિયામાં ભારતીય સેના માટે AK-103 અસૉલ્ટ રાઇફલ બનાવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. રશિયાએ સરકારને સંયુકત રીતે ઉત્પાદન કરવા માટે અદાણી ગ્રૂપને પોતાનો ડીલ પાર્ટનર બનાવાનો આગ્રહ કર્યો હતો. તો મોદી સરકારે મૉસ્કોના આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે.

એપ્રિલમાં બંને દેશોની વચ્ચે સહમતિ બની હતી કે AK-103 અસૉલ્ટ રાઇફલનું નિર્માણ રૂસી ક્લાશિનકોવ કંસર્ન કરશે અને સરકારી ક્ષેત્રની ઇન્ડિયન ઑર્ડેનેંસ ફેકટરી પાર્ટનર કંપની હશે. રૂસનું કહેવું હતું કે કરારની અંતર્ગત સંયુકત ઉત્પાદન માટે પાર્ટનક તરીકે વિદેશી કંપનીની પાસે ભારતીય કંપનીની પસંદગીનો વિકલ્પ નથી. રક્ષા મંત્રાલયે ઑગસ્ટમાં રૂસના આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો.

સૂત્રોનું કહેવું છે કે ભારતે આ બાબત રૂસને બતાવી દીધી છે કે જો તેઓ અદાણીને પાર્ટનર બનાવા પર જોર આપશે તો તેમને નિવિદા પ્રક્રિયા તરીકે અપનાવાશે. સાથો સાથ તેના માટે ટેન્ડર ભરવું પડશે.

ઉલ્લેખનીય છે કે મેક ઇન ઇન્ડિયાની અંતર્ગત કેન્દ્ર સરકાર રક્ષા ઉત્પાદનના ક્ષેત્રમાં દેશની ખાનગી કંપનીઓને આગળ વધારવા માંગે છે. પરંતુ રાફેલ ડીલમાં અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સને સામેલ કરતા ઉભા થયેલા વિવાદ બાદ સરકાર સતર્ક થઇ ગયો છે.