ગરીબોને મફતમાં રાશન ના આપનારા દુકાનદારોની ખેર નથી, આ નંબર પર કરી શકાશે ફરિયાદ

કોરોના મહામારીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટ હેઠળ કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતાં. તેમાં સૌથી મહત્વનો અને 80 કરોડ ભારતીયોને અસર કરતા ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ને વિસ્તાર માટે મંજૂરી આપવામાં આવી છે. હવે આ યોજના અંતર્ગત જે તે વ્યક્તિને અનાજ ના આપનાર વિરૂદ્ધ આકરી કાર્યવાહી જોગવાઈ કરવામાં આવી છે.
નાણાંમંત્રી નિર્મલા સીતારમણએ ટ્વિટ કરી જાણકારી આપી હતી. કેન્દ્ર સરકારે PMGKAY હેઠળ 80 કરોડથી વધુ લોકોને નવેમ્બર 2020 સુધી મફત અનાજ આપવાની જાહેરાત કરી છે. સાથે જ આ યોજનામાં તે લોકોને પણ અનાજ આપવામાં આવશે જેની પાસે રાશન કાર્ડ નથી.
મોદી સરકારના નવા નિર્ણય પ્રમાણે જે લોકો પાસે રાશન કાર્ડ નથી તે આ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકે છે. આધાર્ડ કાર્ડ હોવું જરૂરી છે. આ યોજના હેઠળ ગુલાબી, પીળા અને ખાખી રાશન કાર્ડગ્રાહકોને 5 કિલો પ્રતિ સદસ્ય ધઉં કે ચોખા અને 1 કિલો દાળ પ્રતિ પરિવાર મફતમાં આપવામાં આવશે.
આ યોજના હેઠળ દેશભરમાંથી કોઇ કાર્ડ ધારકને મફત અનાજ મેળવવામાં મુશ્કેલી થતી હોય તો તે આ અંગે જિલ્લા ખાદ્ય અને પૂર્તિ નિયંત્રક કાર્યાલય કે પછી રાજ્ય ઉપભોક્તા સહાયતા કેન્દ્રમાં ફરિયાદ કરી શકે છે. જો કોઈ પણ રજીસ્ટડ દુકાનદાર કોઈને પણ અનાજ આપવાનો ઈનકાર કરે તો તેની જાણ કરવા મોદી સરકારે ટોલ ફ્રી નંબર 1800-180-2087, 1800-215-5512 અને 1967 જાહેર કર્યો છે. આ નંબરો પરથી દેશભરમાંથી ક્યાંકથી પણ તમે ફોન કરી ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય કેટલીક રાજ્ય સરકારે પણ અલગથી હેલ્પલાઇન નંબર આપ્યા છે.
30 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નામે સંબોધન કરીને વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા દેશના ગરીબોને નવેમ્બર મહિના સુધી મફત અનાજ આપવાની જાહેરાત કરી હતી. કોરોના કાળમાં માર્ચ મહિનાથી જ મોદી સરકારે 80 કરોડ ગરીબોને મફતમાં રાશન આપી રહી છે. વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના આ અનાજ નવેમ્બર 2020 સુધી જરૂરીયાતમંદ લોકોને મળતું રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન