Modi Govt To Show How Upa Government Helped Anil Ambani
  • Home
  • Featured
  • કોંગ્રેસને તેની જ ભાષામાં જવાબ આપશે મોદી સરકાર, અંબાણીને બનાવશે હથિયાર

કોંગ્રેસને તેની જ ભાષામાં જવાબ આપશે મોદી સરકાર, અંબાણીને બનાવશે હથિયાર

 | 9:05 am IST

નિયમોને નેવે મુકીને અનિલ અંબાણીની રિલાયંસને રાફેલ ફાઈટર જેટ્સ ડીલમાં શામેલ કરવાના કોંગ્રેસ મોદી સરકાર પર આરોપ લગાવી રહી છે. તો હવે કેન્દ્રની મોદી સરકાર પણ કોંગ્રેસને આ મુદ્દે જ ભેડવવા માંગે છે. મોદી સરકારે એ પ્રોજેક્ટનું લિસ્ટ બનાવવાનું શરૂ કરી દીધું છે જેમાં મનમોહન સિંહની આગેવાની હેઠળની યૂપીએ સરકારના સમયમાં અનિલ અંબાણીની કંપનીઓને આપવામાં આવ્યાં હોય.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રારંભીક તપાસમાં જ જાણવા મળ્યું છે કે, યૂપીએના શાસન દરમિયાન છેલ્લા 7 વર્ષોમાં અનિલ અંબાણીના રિલાયંસ ગ્રુપને 1 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ આપવામાં આવ્યા હતાં. રોડ ટ્રાંસપોર્ટ એન્ડ હાઈવેઝ, ટેલિકોમ જેવા મંત્રાલય સાથે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા, મુંબઈ મેટ્રોપોલિટન રીઝન ડેવલોપમેન્ટ ઓથૉરિટી અને દિલ્હી મેટ્રે રેલ કોર્પોરેશન જેવા સરકારી એકમો પાસેથી જાણકારી એકત્ર કરવામાં આવી રહી છે.

તેવી જ રીતે એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ તમામ પ્રોજેક્ટ સરકારી એજંસીઓ પાસે હતાં. હવે એ પ્રોજેક્ટના પ્રોસેસિંગ સમયની પણ ચકાસણી કરવામાં આવી રહી છે અને એ પણ જોવાઈ રહ્યું છે કે, નિયત પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ?

અનિલ અંબાણીની રિયાલંસ કંપની પર મોદી સરકાર મહેરબાન હોવાના કોંગ્રેસના સતત આરોપો વચ્ચે મોદી સરકારની તેની જ ભાષામાં જવાબ આપવાની તૈયારી મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે, રિલાયંસ કોમ્યુનિકેશંસ માટે રેગ્યુલેટરી અપ્રુવલ્સ ખુબ જ ઓછા સમયમાં મળી ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. સૌથી વધારે ગ્રોથ રિલાયંસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોવા મળી હતી, જે પાંચ વર્ષમાં જ 2011 સુધી ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યૂશન કંપનીમાંથી દેશની સૌથી મોટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની બની ગઈ હતી. 16500 કરોડ રૂપિયાના 12 પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા હતાં, જેનાથી આર-ઈન્ફ્રા દેશની સૌથી મોટી પ્રાઈવેટ રોડ ડેવલેપર બની ગઈ હતી. આ બાબત પણ તપાસવામાં આવી રહી છે.

વધુ એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે, અનિલ અંબાણી ગ્રુપની 6 કંપનીઓ રિલાયંસ કોમ્યુનિકેશંસ, રિલાયંસ કેપિટલ, રિલાયંસ પાવર, રિલાયંસ નેચરલ રિસોર્સિસ લિમિટેડ, રિલાયંસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયંસ મીડિયાવર્ક્સ સહિતનો ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે. મહત્વની વાત એ છે કે, આ પ્રોજેક્ટ મેળવ્યા તેમાંથી મોટા ભાગની કંપનીઓને આ ક્ષેત્રનો અનુંભવ જ નહોતો.