ટ્રિપલ તલાક અને SC-ST એક્ટ એમ બે અધ્યાદેશ એક સાથે લાવશે મોદી સરકાર - Sandesh
  • Home
  • India
  • ટ્રિપલ તલાક અને SC-ST એક્ટ એમ બે અધ્યાદેશ એક સાથે લાવશે મોદી સરકાર

ટ્રિપલ તલાક અને SC-ST એક્ટ એમ બે અધ્યાદેશ એક સાથે લાવશે મોદી સરકાર

 | 8:59 am IST

કેન્દ્રમાં 4 વર્ષ પુર્ણ કરવા જઈ રહેલી કેન્દ્રની મોદી સરકાર ત્રણ તલાક અને એસસી-એસટી એક્ટ પર એક સાથે બે ઓર્ડિનેંશ લાવવાની તૈયારીમાં છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદ તુંરત જ અ ઓર્ડિનંસ પાસ કરાવવાશે. આ માટે સંબંધિત મંત્રાલયોને તૈયાર રહેવા જણાવવામાં આવ્યું છે.

ત્રણ તલાક સાથે સંબંધિત બીલ વિરોધ પક્ષના ટકરાવના કારણે સંસદમાં અટકી પડ્યું છે. આ ઓર્ડિનેંસ દ્વાર કેન્દ્ર સરકાર મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાક પર પોલીસ કેસ કરવાનો મજબૂત અધિકાર આપવાનો દાવો કરી રહી છે. બીજા ઓર્ડિનેંસ પર સરકાર એસસી-એસટી એક્ટને તેના મૂળ સ્વરૂપમં જ લાવવાનો નિર્ણય લઈ શકે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા વર્તમાન કાયદામાં ફેરફાર કરવામાં આવતા દેશભરમાં દલિત આંદોલન થયાં હતાં. વિપક્ષોએ તો સરકારને ઘેરી જ હતી, ભાજપના જ અનેક દલિત સાંસદ સરકાર વિરૂદ્ધ થઈ ગયાં હતાં. હવે ઓર્ડિનેંસ લાવીને સરકાર વિરોધ પક્ષના હુમલાનો જવાબ તો આપશે જ, 2019ની સામાન્ય ચૂંટણી પહેલા દલિતો વચ્ચે પોતાની પકડ વધારે મજબુત બનાવવા માંગે છે.

ઓર્ડિનેંસ બનશે મોટી સફળતા

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોદી સરકાર ચાર વર્ષ પૂર્ણ થવા પર 2019ને ધ્યાનમાં રાખી 15 દિવસનું એક મોટું અભિયાન ચલાવવાની તૈયારીમાં છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ રેલીઓને સંબોધિત કરશે. વડાપ્રધાન પોતે પણ ઈચ્છે છે કે, 26 મે પહેલા બંને ઓર્ડિનેંશ પાસ થાય જેથી કરીને તે પોતાના સંબોધનમાં તેને પોતાની મોટી સફળતાના રૂપમાં તેને રજુ કરી શકે. આ દરમિયાન કેટલાક મોટા પ્રોજેક્ટ પણ દેશને સમર્પિત કરવાની પણ તૈયારી છે.

ટ્રિપલ તલાક અધ્યાદેશ અત્યાચારી કાયદો

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા ગુલામ નબી આઝાદે ટ્રિપલ તલાક અધ્યાદેશ પર કહ્યું હતું કે, અમે તેને ફગાવીએ છીએ, કારણ કે, આ એક અત્યાચારી કાયદો છે. આ અધ્યાદેશ માત્ર પતિ અને પત્નીને અલગ કરે છે, તેનાથી વધારે કશું જ નહીં. આઝાદે કહ્યું હતું કે, ટ્રિપલ તલાક અધ્યાદેશ લોકસભામાં તો પહેલાથી જ પસાર થઈ ચુક્યું છે પરંતુ રાજ્યસભામાં તેને નકારી દેવામાં આવ્યું છે.