બજેટ 2018 : તમને અસર કરે તેવા અનેક પ્રકારના નવા ટેક્સ લાવશે મોદી સરકાર - Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Budget 2018
  • બજેટ 2018 : તમને અસર કરે તેવા અનેક પ્રકારના નવા ટેક્સ લાવશે મોદી સરકાર

બજેટ 2018 : તમને અસર કરે તેવા અનેક પ્રકારના નવા ટેક્સ લાવશે મોદી સરકાર

 | 6:54 pm IST

દેશમાં કર માળખાનો વ્યાપ વિસ્તરી રહ્યો છે. બજેટ 2018માં કરવામાં આવેલી દરખાસ્ત અનુસાર અનેક પ્રકારના નવા ટેક્સ મોદી સરકાર લાવશે, તે વાત નક્કી છે. દેશના આવકવેરાના કાયદામાં અનેક પ્રકારની જટિલતાઓ છે. એ જરૂરી નથી કે તમે માત્ર તમારા પગારને આધાર ગણીને ટેક્સની ગણતરી કરો. મોદી સરકાર જે કરવા માંગે છે તે અનુસાર જો તમે કોઈની પાસેથી વેતનના બદલામાં નફો લો કે તો તેના પર ટેક્સ લાગી શકે. આ બજેટમાં આ વિશે કવાયત કરવામાં આવી છે.

નવા ક્ષેત્રો કે જે વેરા માળખામાં આવરી લેવાશે
1. નોન કમ્પીટ પેમેન્ટ્સ ‘વેતન’ અને ‘વેતનના બદલામાં નફો’ હવે ટેક્સના દાયરામાં આવશે. અત્યાર સુધી આ પર ટેક્સ લાગતો નહોતો.

2. ડિજિટલ ટેક્સ – ભારતમાં વ્યાપ ધરાવતી ઈન્ટરનેટ કંપનીઓ પણ આ દાયરામાં આવશે. ઈન્ટરનેટ આધારિત સેવાઓ પણ આ દાયરામાં આવશે.

3. બજેટમાં કરવામાં આવેલા પ્રસ્તાવ અનુસાર કોઈ કર્મચારીને પોતાને નોકરીએ રાખનાર સિવાય અન્ય કોઈ પાસેથી વેતન મળતું હોય તો તે પણ આવા ટેક્સ હેઠળ આવરી લેવાશે.  બીજા અર્થમાં કહીએ તો ટેક્સના દાયરામાં એવા લોકો પણ આવશે જેમાં નોકરીયાત અને નોકરી આપનારા વચ્ચે કોઈ સંબંધ ન હોય. ઉદાહરણ તરીકે કોઈ વિદેશી કંપની ભારતીય ઉપકંપની થકી નોકરીએ રાખ્યા બાદ, ઉપકંપનીનો કરાર ખતમ થતાં સીધી જ વિદેશી કંપની થકી પેમેન્ટ મેળવે તો તેના પર પણ ટેક્સ લાગશે. કંપનીઓના એક થવા પર અને હસ્તાંતરણ કરવાની સ્થિતિમાં પણ માલિકી લેનારી કંપની પાસેથી આવક મેળવનારાની આવક પર ટેક્સ લાગશે.

શું છે આ કાયદો
ફાઈનાન્સ બિલના મેમોરેન્ડમ અનુસાર અનેક પેમેન્ટ કે જે ટેક્સના દાયરામાં ન હોવાને કારણે સરકારને રાજસ્વની પ્રાપ્તિ થતી નથી. તેથી આવકવેરા કાયદાની કલમ 56માં સંશોધનન કરીને પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. એમ્પ્લોયમેન્ટના ટર્મિનેશન પર કે કંપન્સેશન કે પછી કોઈ અન્ય પેમેન્ટ કે જે અન્ય સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થાય તેને પણ ‘ઈન્કમ’ માનવામાં આવશે. આવી આવક પર સ્લેબ અનુસાર ટેક્સ લાગશે.  બજેટ પ્રસ્તાવો અનુસાર, 1 કરોડથી વધારે ટેક્સ યોગ્ય આવક પર વધુંમાં વધું 36 ટકા ટેક્સ લાગી શકે છે. આ સંશોધનમાં  નોકરી રાખનારા પાસેથી પિંક સ્લિપ મળવા પર ( નોકરી હટાવવાથી) કે વીઆરએસના મામલાને લાગૂ કરવામાં આવ્યું નથી.