NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Gujarat
 • મોદી ગુજરાતમાં, જાણો એકએક પળની વિગતો એક ક્લિક પર

મોદી ગુજરાતમાં, જાણો એકએક પળની વિગતો એક ક્લિક પર

 | 9:54 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. વડાપ્રધાનપદ સંભાળ્યા બાદ મોદી પહેલીવાર પોતાના વતન વડનગર જશે. આ બંન્ને દિવસ દરમિયાન તેઓનું પ્લાનિંગ રૂ.૫૮૨૫ કરોડના હાઈવે પ્રોજેક્ટ, રૂ.૯૦૦ કરોડનો ઓખા- બેટ દ્વારકા સ્ટેન્ડબ્રીજ સહિતના પ્રોજેક્ટનું ખાતમુર્હતનું છે.

 

IIT ખાતે મોદીજીના ભાષણના અંશ

 • અસ્તુ
 • સંવેદનશીલતા સાથે દેશમાં નવા સંશોધનો કરીને જન જનની સુખાકારી માટે એવી શોધ કરવામાં આવે કે લોકોને લાભ થાય.
 • પીએમ મોદીએ આઈઆઈટીયનોને પોતાની સંવેદના જાળવી રાખવા જણાવ્યું. તેમણે કહ્યું કે તમારો એ ઈરાદો ત્યારે જ આવે જ્યારે તમને એ એહસાસ થાય કે કોઈના હકમાંથી તમને મળ્યું છે. તો ગરીબના હકમાંથી તમને મળ્યું છે. તેના પ્રત્યે તમારી કોઈ ફરજ નિષ્ઠા છે એમ ત્યારે પ્રતિત થાય.
 • પીએમ મોદીએ કહ્યું કે 2022 સુધીમાં એવા તૈયાર થઈ જાવ કે આપણા સ્વાતંત્ર્યના 75 સાલમાં આપણે દુનિયાને બતાવી શકીએ.
 • પીએમ મોદીએ કહ્યું કે દુનિયામાં ક્યાંય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી નથી, આપણે ત્યાં છે. દુનિયામાં ક્યાંય ચિલ્ડ્રન યુનિવર્સિટી નથી આપણે ત્યાં છે. આપણે એવા બાળકો તૈયાર કરીએ કે જે દેશના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થશે.
 • આઈઆઈટીયનોને તેમણએ હાકલ કરી કે દુનિયામાં ટોપ 500 યુનિવર્સિટીમાં પણ દેશની યુનિવર્સિટીનું નામ નથી, સરકાર એક ચોક્કસ ભંડોળ ફાળવવા તૈયાર છે, તમે એવું કામ કરો, એવું ભણો કે દુનિયામાં દેશનું નામ રોશન થાય.
 • પીએમ મોદીએ આઈઆઈટીયનોને રિસર્ચ ક્ષેત્રે કામ કરી દુનિયામાં દેશનું નામ રોશન કરવા હાકલ કરી
 • 50 વર્ષમાં દેશમાં ટેકનોલોજીમાં મોટો ફેરફાર થયો છે
 • સાક્ષરતા મોટી તાકાત છે
 • ડિજિટલ શિક્ષા માટે કોઈ ઉંમરનો બાધ નથી
 • દરેક ગરીબ પરિવારમાંથી એકને ડિજિટલ સાક્ષર બનાવવામાં આવશે
 • ટેકનોલોજી જીવનનો ભાગ બની ગઈ છે
 • દેશે મને નવીનવી જવાબદારી આપી છે

 • PM મોદી પહોંચ્યા ગાંધીનગર, લોકાર્પણ કર્યું IITની નવનિર્મિત ઇમારતનું

ચોટીલા ખાતે વડાપ્રધાનના વક્તવ્યના અંશ

 • ટપકસિંચાઈથી ખેડૂતો હરિયાળી ક્રાંતિ લાવી શકાશે
 • એરપોર્ટ બનતા તરણેતરનો મેળો આંતરરાષ્ટ્રીય બનશે
 • ઇંધણનો પણ મોટા પ્રમાણમાં થશે બચાવ
 • રાજકોટ-અમદાવાદ વધુ નજીક, બનશે સિક્સલેન
 • માત્ર 4 ટકા ખેડૂતોની જમીનનો વપરાશ કરવામાં આવ્યો છે
 • ચોટીલા ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ એ વિકાસ કહેવાય કે નહીં?
 • રાજકોટથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થશે
 • નર્મદા યોજનાનો સૌથી વધારે લાભ સુરેન્દ્રનગરને
 • દૂધની ઉત્પાદનક્ષમતામાં વધારો થશે
 • સુરસાગર ડેરી ભવિષ્યમાં સુખસાગર બનશે

 

 • વડાપ્રધાન પહોંચ્યા ચોટીલા

 • ગુજરાતના પહેલા ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે

સિગ્નેચર બ્રિજના શિલાન્યાસ પ્રસંગે વડાપ્રધાનના વક્તવ્યના અંશ

 • જીએસટીમાં બદલાવથી દેશમાં દિવાળી પહેલાં જ દિવાળી જેવો માહોલ
 • દેવભૂમિ દ્વારકામાં મરીન પોલીસ ઇન્સ્ટિટ્યૂટ સ્થપાશે જેમાં પોલીસને સ્પેશિયલ ટ્રેઇનિંગ મળશે
 • કંડલામાં 25 વર્ષમાં ન થયો હોય એટલો વિકાસ નોંધાયો છે.
 • બોટમાં કોલ્ડ સ્ટોરેજની પણ સુવિધા વિકસાવાશે
 • દોઢથી બે કરોડ રૂ.ની બોટ માટે લોન અપાશે
 • અલંગના વિકાસ માટે જાપાન સાથે મળીને યોજના બનાવી
 • માછીમારો માટે વિકસાવાશે બ્લુ ઇકોનોમી
 • ગુજરાતના બંદરોના વિકાસ માટે ધ્યાન આપ્યુ
 • માછીમારની આવક 3થી 4 ગણી વધશે
 • માછીમારોને ઓછા વ્યાજે લોન અપાશે
 • દ્વારકાથી ગીર જવા માટે સગવડ રહેશે
 • વિકાસને કનેક્ટિવિટીની જરૂર હોય છે
 • દ્વારકાનો  આર્થિક વિકાસ થશે
 • 8-10 વર્ષ પહેલાંના દ્વારકામાં અત્યારે ભારે બદલાવ છે
 • દેશભરથી આવનારા યાત્રીઓ માટે મોટી ભેટ છે
 • દ્વારકામાં ટુરિઝમ ક્ષેત્રે અપાર સંભાવનાઓ છે
 • હાલમાં દ્વારકામાં ચારે તરફ ઉત્સાહ અને ઉમંગ છે
 • બીમારી વખતે રાત્રે કફોડી સ્થિતિ સર્જાતી હતી
 • બેટના લોકોની સ્થિતિ કફોડી હતી
 • બેટ દ્વારકા સુધી પહોંચવાનો રસ્તો જ નથી
 • બ્રિજ બનાવવાનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ઉપાડશે
 • જય દ્વારકાધીશ કહીને કરી સંબોધનની શરૂઆત

મુલાકાત અપડેટ

 • ઓખા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનો શિલાન્યાસ

 • વડાપ્રધાન મોદી દ્વારકા મંદિરમાં પૂજા કરીને થયા રવાના

 • વડાપ્રધાને દ્વારકામંદિરમાં કર્યું પાદુકા પૂજન

 • વડાપ્રધાન મોદી પહોંચ્યા જામનગર

૭મી ઓક્ટોબર, શનિવાર

 • સવારે ૭ કલાકે : દિલ્હીથી જામનગર વિમાન દ્વારા એરફોર્સ સ્ટેશન
 • સવારે ૯ કલાકે : જામનગર એરફોર્સથી હેલિકોપ્ટર મારફતે દ્વારકા
 • સવારે ૯-૩૦ કલાકે : દ્વારકાધીશના દર્શન કરીને પ્રવાસને આરંભ
 • સવારે ૧૦-૦૦ કલાકે : ઓખા- બેટદ્વારકાને જોડાતા રૂ. ૯૬૨ કરોડના કેબલ સ્ટેડ સિગ્નેચર બ્રિજના નિર્માણનો શિલાન્યાસ અને
 • ત્યારબાદ સ્થાનિક નાગરીકોને સંબોધન કરશે
 • બપોરે ૧૨-૩૦ કલાકે : દ્વારકાથી હેલિકોપ્ટર મારફતે ચોટીલા પહોંચશે
 • બપોરે ૧-૦૦ કલાકે : રાજકોટ નજીકનું એરપોર્ટનુ ભૂમિ પુજન, અમદાવાદ- રાજકોટ હાઈવેના છ માર્ગીકરણ અને રાજકોટ- મોરબી
 • હાઈવેને ચાર માર્ગીકરણ કરવાના પ્રોજેક્ટનુ ખાતમુર્હત. સ્થાનિક નાગરીકોને સંબોધન
 • બપોરે ૩-૩૦ કલાકે : ચોટીલાથી હવાઈમાર્ગે ગાંધીનગરના પાલેજ પહોંચશે
 • બપોરે ૪-૦૦ કલાકે : પાલેજમાં ઉદ્દઘાટન અને ડિઝિટલ લિટરસીનું લોન્ચિંગ
 • સાંજે ૬-૦૦ કલાકે : સચિવાલય સ્થિત હેલિપેટથી રાજભવન રોકાણ માટે પહોંચશે
  (રાજભવનમાં સ્થાનિક આગેવાનો સાથે બેઠકો માટે સમય રિઝર્વ રાખવામાં આવ્યો છે)

૮મી ઓક્ટોબર, રવિવાર

 • સવારે ૭-૪૫ કલાકે : રાજભવનથી સચિવાલય હેલિપેટ અને ત્યાંથી વડનગર જશે
 • સવારે ૮-૪૫ કલાકે : વિસનગર પાસેના ગુંજા ગામે હેલિપેડ ઉપર ઉતરાણ કરશે
 • સવારે ૮-૪૫ કલાકે : હેલિપેટથી ૪.૫ કિલોમીટર જમીનમાર્ગે વડનગર જવા રવાના
 • સવારે ૯- ૦૦ કલાકે : વડનગર પહોંચીને સીધા જ હાટકેશ્વર મહાદેવના દર્શને જશે.
 • સવારે ૯-૩૦ કલાકે : વડનગરમાં મેડિકલ કોલેજ, ર્શિમષ્ઠા તળાવ, કિલ્લો, લાયબ્રેરી જેવા અનેકવિધ પ્રોજેક્ટનું લોકાપર્ણ કરશે.
 • ત્યાંથી જ હિંમતનગર હોસ્પિટલનુ લોકાપર્ણ થશે
 • સવારે ૧૦-૦૦ કલાકે : વતન વડનગરના નાગરિકો દ્વારા સન્માન સ્વિકાર અને સંબોધન
 • બપોરે ૧૨-૩૦ કલાકે : વડનગરથી ગુંજા હેલિપેડથી સીધા જ ભરૂચ પહોંચવા ઉડ્ડયન
 • બપોરે ૧- ૩૦ કલાકે : ભરૂચમાં રૂ.૪,૩૩૭ કરોડના ખર્ચે ભાડભૂત બેરેજનું ખાતમુર્હત
 • બપોરે ૧-૪૫ કલાકે : ઉધનાથી જયનગર- વિહારને જોડતી અત્યોદય એક્સપ્રેસનું પ્રસ્થાન અને ત્યારબાદ સ્થાનિક નાગરિકોને સંબોધન
 • બપોરે ૩-૫૦ કલાકે : ભરૂચથી હેલિકોપ્ટર દ્વારા વડોદરા એરપોર્ટ પહોંચવા રવાના થશે
 • સાંજે ૪-૪૫ કલાકે : વડોદરાથી પરત દિલ્હી જવા રવાના થશે
  (નોંધ: ઉપરોક્ત શિડયુલમાં છેલ્લીઘડીએ ફેરફાર થઈ શકે છે)