NIFTY 10,197.95 -27.00  |  SENSEX 32,957.20 +-76.36  |  USD 65.5100 +0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • મોદી મેજિકઃ ભારત અને ફિલિપિન્સ વચ્ચે સંરક્ષણ સહિત ચાર સમજૂતી

મોદી મેજિકઃ ભારત અને ફિલિપિન્સ વચ્ચે સંરક્ષણ સહિત ચાર સમજૂતી

 | 11:47 am IST

આસિયાન શિખર બેઠક માટે મનીલા પહોચેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફિલિપન્સના પ્રમુખ રોડ્રિગો દુતેર્તેને મળ્યા હતાં. ત્યારબાદ બંને વચ્ચે ચાર સમજૂતી પર હસ્તાક્ષર થયા હતાં. ચાર પૈકી એક સમજૂતી સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગને  વધારે સઘન બનાવવા વિશેની છે.

ફિલિપિન્સની મુલાકાતે જનારા મોદી 36 વર્ષમાં ભારતના પ્રથમ વડાપ્રધાન છે. વિદેશ મંત્રાલયના પૂર્વની બાબતોને સચિવ પ્રીતિ શરણે જણાવ્યું હતું કે મોદી-દુતેર્તેની મુલાકાત ઉષ્માપૂર્વક અને સુમેળભર્યા વાતાવરણમાં યોજાઈ હતી. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અક્ષય ઉર્જામાં ફિલિપિન્સ સાથે સહયોગમાં વધારો કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે દુતેર્તેએ અકસીર અને સસ્તી દવાઓના ઉત્પાદન માટે ભારતીય દવા ઉત્પાક કંપનીઓને તેમના દેશમાં રોકાણ કરવા અનુરોધ કર્યો હતો.

દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોએ દક્ષિણ ચીન સમુદ્રમાં આચાર સંહિતા અંગે ચીન સાથે વાતચીત કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને વિવાદના ઉકેલ માટે મહત્વનું પગલું માનવામાં આવે છે.