NIFTY 10,086.60 +7.30  |  SENSEX 32,241.93 +55.52  |  USD 64.1150 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Uncategorized
  • મોદીમાં ઘણી સમસ્યાને ઉકેલવાની ક્ષમતા : ચીને મોદીનાં વખાણ કયાંર્

મોદીમાં ઘણી સમસ્યાને ઉકેલવાની ક્ષમતા : ચીને મોદીનાં વખાણ કયાંર્

 | 2:11 am IST

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજય અંગે ચીનના મીડિયાએ પોતાના હેવાલમાં એ વિજયને વડા પ્રધાન મોદીની લોકપ્રિયતા અને તેમના દ્વારા અમલી કરાયેલી નોટબંધીના નિર્ણયને પ્રજાની મંજૂરી ગણાવ્યો હતો.

ચીનના સિચુઆન યુનિવર્સિટીના ઇન્સ્ટિટયૂટ ઓફ સાઉથ એશિયન સ્ટડીઝના સેન્ટર ફોર સાઉથ એશિયા- વેસ્ટ ચાઇના કોર્પોરેશન એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝના પ્રોફેસર ઝેન બોએ નેશનલ ટેબ્લોઇડ ગ્લોબલ ટાઇમ્સમાં લખ્યું હતું કે એમાં કોઇ શંકા નથી કે ઉત્તર પ્રદેશની ચૂંટણીના પરિણામો ભારતની રાજકીય સ્થિરતા અને સંતુલનને પ્રભાવિત કરશે. જો કે આવનારા દિવસોમાં એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે નરેન્દ્ર મોદી આર્િથક સુધારાઓને કઇ રીતે આગળ વધારે છે અને દેશની આર્િથક પ્રગતિને કઇ રીતે સ્થિર રાખી શકે છે. એ સાથે જ દેશના લધુમતી સમાજ પ્રતિ તેમનું વલણ કેવું રહેશે, એ પણ જોવું પડશે.

યુપીના વિજય બાદ નોટબંધી જેવાં બીજા કડક પગલાં લેવા મોદી સક્ષમ બન્યા

ઝેને લખ્યું છે કે ચૂંટણીથી પહેલાં જ્યારે નોટબંધી લાગુ કરાઇ હતી, ત્યારે લોકોએ તેની ખૂબ જ ટીકા કરી હતી. વિપક્ષે તો તેને ગરીબ લોકો ઉપર પ્રહાર ગણાવી હતી. પરંતુ ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં એ જ ગરીબ લોકોએ મોદીને પ્રચંડ બહુમત આપી મોદીના નિર્ણયને મંજૂર રાખ્યો હતો. મતલબ કે આ વિજય પછી વડા પ્રધાન મોદી નોટબંધી જેવા વધુ કડક પગલાં લેવા સક્ષમ બનશે.

મોદી દેશના બીજા પ્રશ્નો પણ ઉકેલવા સક્ષમ

ચીનના લેખકે વધુમાં એ પણ લખ્યું છે કે, મોદીએ નોટબંધીનો નિર્ણય પક્ષમાં વ્યાપક ચર્ચા કરીને અમલમાં મૂક્યો હતો. તેનો અર્થ એ થાય કે તેઓ દેશની અન્ય સમસ્યાઓના સારા સમાધાન લાવી શકે છે.