વિદર્ભના દુકાળગ્રસ્ત અકોલા જિલ્લાના બાલાપુર તાલુકામાં મુરલીધરની એક નાની હોટેલ છે. વડાપ્રધાન મોદીએ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો પર પ્રતિબંધ મૂક્યા બાદ આમઆદમી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં કફોડી હાલતમાં મૂકાયો હતો. ‘ચિંતા ન કરો, ગમે તે જમો, નાણાં ન હોય તો ભલે પછી બિલ ચૂકવજો અપનાવીને હોટેલમાલિકે અદભૂત ઉદાહરણ રજુ કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ‘મન કી બાત’ના રેડિયો પ્રસારણમાં મુરલીધર રાઉત નામની વ્યક્તિની ભારે પ્રશંસા કરી હતી. વિદર્ભના દુકાળગ્રસ્ત અકોલા જિલ્લાના બાલાપુર તાલુકામાં મુરલીધરની એક નાની હોટેલ છે. વડાપ્રધાન મોદીએ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો પર પ્રતિબંધ મૂક્યા બાદ આમઆદમી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં કફોડી હાલતમાં મૂકાયો હતો.

કારણ કે હોટેલમાલિકો, વેપારીઓ તથા દુકાનદારોએ જૂની ચલણી નોટો સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. પ્રવાસ ખેડનારાઓને સૌથી માઠી અસર થઈ હતી, કારણ કે તેમની જૂની નોટોને તેઓ બદલાવી નહોતા શકતા. લોકોની વ્યથાથી ચોંકીને, મુરલીધરે તેની હોટેલ પર એવી જાણ કરતું નોટિસ બોર્ડ લગાડયું હતું કે, ચિંતા નહીં કરો. તમને ગમે તે જમો, જો તમારી પાસે નાણાં ન હોય તો ભલે, અહીંથી જ્યારે પણ પસાર થાઓ ત્યારે પછી બિલ ચૂકવજો.

મુરલીધરની આ દુર્લભ ચેષ્ટાને સુંદર પ્રતિસાદ સાંપડયો હતો. લગભગ એક સપ્તાહ સુધી મોટી સંખ્યામાં ગ્રાહકોએ ૧૦૦થી લઈને ૫૦૦ રૂપિયા સુધીના અને અમુક કિસ્સામાં ૨૦૦૦ રૂપિયા સુધીના બિલ બાકી રાખ્યા હતા. અમુક ગ્રાહકોએ મુરલીધરને રજિસ્ટર બનાવવા સૂચવ્યું હતું. એક સપ્તાહ બાદ મુરલીધરે જોયું કે અનેક ગ્રાહકોએ હોટેલમાં પાછા આવીને તેમના બિલ ચૂકવ્યા હતા.