Modi Sarkar2: Two gujaratis has been listed in Modi's Cabinet 2019.
  • Home
  • Ahmedabad
  • PM મોદીના મંત્રીમંડળમાં ગુજરાતનો દબદબો, માંડવિયા-રૂપાલાને સોંપાયા મહત્વપૂર્ણ વિભાગ

PM મોદીના મંત્રીમંડળમાં ગુજરાતનો દબદબો, માંડવિયા-રૂપાલાને સોંપાયા મહત્વપૂર્ણ વિભાગ

 | 3:26 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓના વિભાગોની જાહેરાત કરી દીધી છે. પાછલી સરકારમાં ગૃહમંત્રી રહી ચૂકેલા રાજનાથ સિંહને આ વખતે રક્ષા મંત્રી બનાવામાં આવ્યા છે. જ્યારે પહેલી વખત કેન્દ્ર સરકારમાં સામેલ અમિત શાહને દેશના નવા ગૃહમંત્રી બનાવ્યા છે.

ગુજરાતના નેતાઓને મોદી સરકારમાં મહત્વના ખાતાઓ મળ્યા છે. અમિત શાહને કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો પદભાર અપાયો છે, તો મનસુખ માંડવિયાને રસાયણ-ખાતર મંત્રાલય સોંપાયુ અને પરશોત્તમ રૂપાલાને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી બનાવાયા છે. 2019માં રચાયેલી કેબિનેટમાં મનસુખ માંડવિયાને કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર ખાતુ સોંપાયું છે. તથા શિપીંગ મિનીસ્ટ્રીનો સ્વતંત્ર હવાલો સોંપાયો છે. તો સામે પુરુષોત્તમ રૂપાલાને એગ્રિકલ્ચર એન્ડ ફાર્મર વેલ્ફેર ખાતુ સોંપાયું છે.

રૂપાલાને મંત્રી મંડળમાં મળ્યું સ્થાન
વડાપ્રધાન મોદીના નજીકના ગણાતા એવા પુરષોત્તમ રૂપાલાને પણ વડાપ્રધાન મોદીના મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. ગત સરકારમાં પણ તેઓ મોદીના મંત્રી મંડળના રાજ્યસભાના મંત્રી હતા અને આ વખતે પણ તેમને રાજ્યસભાના મંત્રી તરીકેની જવાબદારી સોપવામાં આવી છે.

કેન્દ્રમાં ગુજરાત મોડ
અમિત શાહને ગૃહમંત્રી બનવાનો પહેલાથી અનુભવ રહ્યો છે, એ વાત અલગ છે કે, પહેલા તેઓ પોતાના ગૃહરાજ્ય ગુજરાતમાં ગૃહમંત્રી હતા. જો કે, ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, ત્યારે અમિત શાહને ગૃહમંત્રાલય સોંપવામાં આવ્યું હતું. શાહ 2003થી 2010 સુધી આ પદ પર રહ્યા હતા.

આ રીતે જોવામાં આવે તો હવે કેન્દ્રમાં અમિત શાહ તે જ ભૂમિકામાં નજરે પડશે, જે ભૂમિકામાં તેઓ ગુજરાતમાં નિભાવી ચૂક્યા છે. અંતર બસ એટલું છે કે અગાઉ તેઓ રાજ્યના ગૃહમંત્રી હતા અને હાલ કેન્દ્રના બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન