મોદીનો કોંગ્રેસ પર જોરદાર પ્રહાર, કંઇક આ રીતે સેટ કર્યો 2019ની ચૂંટણીનો એજન્ડા! - Sandesh
  • Home
  • India
  • મોદીનો કોંગ્રેસ પર જોરદાર પ્રહાર, કંઇક આ રીતે સેટ કર્યો 2019ની ચૂંટણીનો એજન્ડા!

મોદીનો કોંગ્રેસ પર જોરદાર પ્રહાર, કંઇક આ રીતે સેટ કર્યો 2019ની ચૂંટણીનો એજન્ડા!

 | 11:38 pm IST

સંસદના બંને ગૃહોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રપતિના અભિવાદન પર જવાબ આપતા બુધવારે એકસાથે ઘણા મોરચા ખોલ્યા, તો ઘણા નવા સંકેતો પણ આપ્યા. એક રીતે PM મોદીએ 2019 માટે પોતાના ચૂંટણી અંદાજની એક ઝલક પણ દેખાડી.

PM મોદી છેલ્લા ચાર વર્ષ દરમિયાન દર વર્ષે અભિવાદન પર બંને ગૃહોમાં સરકાર તરફથી જવાબ આપતા રહ્યાં છે. પરંતુ આ પહેલા મોદીએ આનો ઉપયોગ પોતાના કામકાજને ગણાવવા માટે કર્યો હતો. આ વખતે એ તો કર્યું જ પણ કૉંગ્રેસ પર પ્રહાર કરવાનું ફોકસ રાખ્યું. PM મોદીએ ભાષણમાં ચાર મુખ્ય સંકેતો આપ્યા :

70 વર્ષ વિરુદ્ધ પાંચ વર્ષ
વડાપ્રધાન મોદીએ બંને ગૃહોમાં પોતાની સ્પીચને ગયા 70 વર્ષમાં શું થયું અને અમારા 5 વર્ષના દાયરામાં શું થયું તે વચ્ચેનો વિરુદ્ધ ફરક બતાવતા નજરે પડ્યા હતા. આના માટે તેમણે નેહરુથી માંડીને મનમોહન સરકારની તમામ વાતોને સામે મૂકીને પોતાના પાંચ વર્ષના કામની તુલના કરી. આ જ થીમ PM મોદી અને BJPના 2019ના ચુનાવી સફરનો પણ હોઈ શકે છે.

જૂનું ઈન્ડિયા VS ન્યૂ ઈન્ડિયા
મોદી 2022માં ન્યૂ ઈન્ડિયા લાવવાની વાત કરતા રહ્યાં છે. આ માટે તેઓ ઘણી યોજનાઓની ઘોષણા પણ કરી ચૂક્યા છે. પરંતુ વિપક્ષ તેમની પાસે 2019 સુધીનો હિબાસ માગતા રહ્યા છે. આની વચ્ચે મોદી આ ચર્ચાને તેમના ન્યૂ ઈન્ડિયાની કલ્પના અને કૉંગ્રેસના ઓલ્ડ ઈન્ડિયાની વાત જનતા વચ્ચે લાવવાના પ્રયત્નો કરી રહ્યાં હતા.

કોંગ્રેસ-ગાંધી પરિવાર પર કર્યો એટેક, બાકી પર રહેમ
પોતાના NDA સહયોગીઓની નારાજગીનો સામનો કરી રહેલા PM મોદીએ બંને ગૃહોમાં પોતાના હુમલા મુખ્ય રીતે કોંગ્રેસ અને ગાંધી પરિવાર સુધી જ મર્યાદિત રાખ્યા. 2019 સામાન્ય ચૂંટણીઓ પહેલા આ તેમની વિચારશૈલી ધરાવતી રણનીતિ માનવામાં આવી રહી છે. PM મોદીના હુમલાના કેન્દ્રમાં હજુ કોંગ્રેસ જ રહેશે અને ચૂંટણી સુધી બધા પ્રાદેશિક પક્ષો માટે આ વિકલ્પને ખુલ્લો રાખવા ઈચ્છે છે. આવા હમલાની પહેલી ઝલક બુધવારે જ જોવા મળી ગઈ હતી, જ્યારે કોંગ્રેસ રાજ્યસભામાં એકલી-અટૂલી પડી અને પહેલી વખત રાષ્ટ્રપતિ અભિભાષણ પર પોતાના સંશોધનને પાસ કરાવવામાં નિષ્ફળ રહી. એ પાર્ટી માટે મોટો ઝટકો હતો.

રાષ્ટ્રવાદ-કરપ્શનનો મુદ્દો રહેશે કેન્દ્રમાં
વડાપ્રધાન મોદીએ બંને ગૃહોને મળીને 150થી વધુ મિનિટ સુધી આપેલા ભાષણમાં પોતાની સ્પીચની થીમ રાષ્ટ્રવાદ અને કરપ્શન જ રાખી. પોતાને દેશની અસ્મિતા સાથે જોડતા તેમણે ઘણી વાતો કહી. હવેના દિવસોમાં PM મોદી ઘણા પ્રસંગે 2019ની લોકસભા ચૂંટણીમાં આ બંને મુદ્દે જ આગળ વધશે.