મોદી સ્વિડન-બ્રિટનના પ્રવાસે, લંડનના ઐતિહાસિક હોલમાંથી કરશે સંબોધન - Sandesh
  • Home
  • India
  • મોદી સ્વિડન-બ્રિટનના પ્રવાસે, લંડનના ઐતિહાસિક હોલમાંથી કરશે સંબોધન

મોદી સ્વિડન-બ્રિટનના પ્રવાસે, લંડનના ઐતિહાસિક હોલમાંથી કરશે સંબોધન

 | 1:18 am IST

નવી દિલ્હી, તા. ૧૬

નરેન્દ્ર મોદી સોમવારે પાંચ દિવસના વિદેશપ્રવાસે રવાના થયા હતા. તેઓ સૌપ્રથમ સ્વિડન અને તે પછી બ્રિટન પહોંચશે. મોદી મંગળવારે સ્ટોકહોમમાં સ્વિડનના વડા પ્રધાન સ્ટેફાન લોકવેન સાથે મંત્રણામાં ભાગ લેશે, તે પછી કોમનવેલ્થ સમિટમાં ભાગ લેવા મંગળવારે રાત્રે લંડન પહોંચશે, તેઓ બુધવારે લંડનના ઐતિહાસિક વેસ્ટમિનિસ્ટર સેન્ટ્રલ હોલમાં ભારતીયોની ઉપસ્થિતિમાં જ વિશ્વભરનાં લોકો સાથે ‘ભારત કી બાત સબકે સાથક્ર કાર્યક્રમમાં ભાગ લેશે. આ હોલમાં જ ભારતીય સ્વતંત્રતા આંદોલન વખતે ૧૯૩૧માં મહાત્મા ગાંધીએ સામયિક મુદ્દાઓ પરની ચર્ચામાં ભાગ લીધો હતો. વડા પ્રધાન ૨૦ એપ્રિલે સ્વદેશ પાછા ફરતી વખતે બર્લિનમાં ટૂંકા ગાળાનું રોકાણ કરશે.

મોદી સ્વિડનમાં નોર્ડિક સમિટમાં પણ ભાગ લેશે. સમિટમાં ફિનલેન્ડ, નોર્વે, ડેન્માર્ક અને આઇસલેન્ડના વડા પ્રધાનો પણ ભાગ લેશે. વિદેશપ્રવાસે રવાના થતાં પહેલાં વડા પ્રધાને જણાવ્યું હતું કે ભારત અને સ્વિડન વચ્ચે લાંબા સમયથી મૈત્રીસંબંધો છે, તે સંબંધો લોકશાહી મૂલ્યો અને વૈશ્વિક નિયમોની બુનિયાદ પર ટકેલા છે.

બર્કિંગહામ પેલેસમાં રાણી એલિઝાબેથને મળશે  

કોમનવેલ્થ સમિટમાં ભાગ લેવા પહોંચેલા ત્રણ નેતાઓને રાણીની અંગત મુલાકાત માટે નિમંત્રણ મળ્યું છે. વડા પ્રધાન મોદી, પાકિસ્તાનના વડા પ્રધાન શાહિદ ખકાન અને પાકિસ્તાનના પ્રમુખ મમનૂન હુસેનનો સમાવેશ થાય છે.

માત્ર મોદીને લિમોઝિન કારમાં સફર કરવા મંજૂરી  

મીડિયા અહેવાલ માટે કોમનવેલ્થ સમિતિમાં ભાગ લેવા આવનારા ૫૨ દેશોના વડાઓમાંથી માત્ર વડા પ્રધાન મોદીને લિમોઝિન કારમાં સફર કરવા મંજૂરી મળી છે. અન્ય દેશોના નેતા સમિટ દરમિયાન કોચમાં સફર કરશે. ૨૦૦૯ પછી કોમનવેલ્થ સમિટમાં ભાગ લેનારા મોદી ભારતના પહેલા વડા પ્રધાન હશે.

;