દિવાળીએ જવાનોને પણ યાદ કરો, મોદીનો વીડિયો સંદેશ - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • દિવાળીએ જવાનોને પણ યાદ કરો, મોદીનો વીડિયો સંદેશ

દિવાળીએ જવાનોને પણ યાદ કરો, મોદીનો વીડિયો સંદેશ

 | 10:35 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે વીડિયોમાં જોવા મળશે. વીડિયોમાં દેશના વડાપ્રધાન મોદી દિવાળી પ્રસંગે સૈનિકો પ્રત્યે માન-સન્માન વ્યક્ત કરવા વિશે સંદેશા આપતાં દેખાશે. આ માટે છેલ્લાં બે-અઢી વર્ષથી વડાપ્રધાનને અનુરોધ કરાતો હતો. આ વીડિયો સંદેશા પરથી સ્પષ્ટ થાય છે કે દેશના જવાનો માટે વડાપ્રધાન મોદીના હદયમાં વિશેષ સ્થાન છે.

વડાપ્રધાન વીડિયોમાં દિવાળી નિમિત્તે દેશના વિવિધ ભાગોમાં તૈનાત શસ્ત્ર દળોને યાદ કરવા અને તેમને એક પત્ર પાઠવવાનો દેશવાસીઓને અનુરોધ કરે છે. આપણા શસ્ત્ર દળો સાથે આપણી ખુશીઓની વહેંચણી માટે આ એક તક છે અને તેમને આપણા આનંદ-ઉલ્લાસમાં સહભાગી બનાવી શકીશું.

દેશભરમાં શસ્ત્ર દળો પ્રત્યે અત્યંત સન્માન અને પ્રશંસાની લાગણી પ્રવર્તે છે. ફક્ત ત્રણ મિનિટનો આ વીડિયો બધાને શસ્ત્ર દળો પ્રત્યે આભાર તથા ગર્વથી છલકાવી દેશે. આમાં એક યુવાન પણ છે જે શસ્ત્ર દળોનું સન્માન કરે છે અને એક મા છે જે દિવાળી પ્રસંગે પોતાનો દિકરો ઘરે પરત આવે તેની પ્રતીક્ષા કરે છે.

આ વીડિયો ફેસબુક, ટ્વિટર અને અન્ય પ્લેટફોર્મ પર ભારે વાયરલ થવાની શક્યતા છે. આ વીડિયો ટીવી (ડીડી નેટવર્ક), રેડિયો (આકાશવાણી), ડિજિટલ ( માય ગોવ અને સોશિયલ મીડિયા) (નરેન્દ્ર મોદી મોબાઈલ એપ) પર જોવા મળશે. દેશવાસીઓ આકાશવાણી અને નરેન્દ્ર મોદી એપ પર જવાનો માટે સંદેશા મોકલી શકશે. આ માટે નરેન્દ્ર મોદી એપ પર ખાસ મોડ્યુલનો પણ આરંભ કરાયો છે. આ મોડ્યુલ પર શસ્ત્ર દળોને ખાસ ગ્રીટિંગ્સ અથવા હસ્તલિખિત સંદેશો મોકલી શકાશે.

દેશવાસીઓની શસ્ત્ર દળો પ્રત્યેની લાગણી વ્યક્ત કરતો ખાસ કાર્યક્રમ પણ તૈયાર કરવામાં આવશે. આકાશવાણી આ માટે વિશેષ કાર્યક્રમનું પ્રસારણ કરી લોકોની લાગણીઓ જવાનો સુધી પહોંચાડશે. સમગ્ર દેશવાસીઓને આ અભિયાન સાથે સાંકળી લેવાની તેમજ શસ્ત્ર દળો સાથે લોગોના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન