સમયનું ચક્ર ફર્યું! અમિત શાહે બોલેલું એક-એક વાકય શબ્દશ: સાચુ ઠર્યાની ચારેકોર ચર્ચા - Sandesh
  • Home
  • Featured
  • સમયનું ચક્ર ફર્યું! અમિત શાહે બોલેલું એક-એક વાકય શબ્દશ: સાચુ ઠર્યાની ચારેકોર ચર્ચા

સમયનું ચક્ર ફર્યું! અમિત શાહે બોલેલું એક-એક વાકય શબ્દશ: સાચુ ઠર્યાની ચારેકોર ચર્ચા

 | 1:14 pm IST

પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને કોંગ્રેસના કદ્દાવર નેતા પી ચિદમ્બરમની આઈએનએક્સ મીડિયાને લઈને આચરવામાં આવેલી ગેરરીતિના પગલે સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે, લગભગ 10 વર્ષ પહેલા જ વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ કંઈક આવું જ ઘટ્યું હતું. જ્યારે અમિત શાહ ગુજરાતના ગૃહમંત્રી હતાં ત્યારે એજન્સીઓ તેમની પાછળ પડી ગઈ હતી. પરંતુ આજે સમય અને સંજોગ બંને બદલાયા છે.

યૂપીએ સરકારના કાર્યકાળ દરમિયાન જ્યારે પી ચિદમ્બરમ દેશના ગૃહમંત્રી હતાં, તે સમયે સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસની તપાસ તેની ચરમસીમાએ હતી અને આ કેસમાં જ અમિત શાહ પર કાર્યવાહી કરવામાં આવી હતી. 25 જુલાઈ 2010માં સીબીઆઈએ અમિત શાહની ધરપકડ પણ કરી હતી અને તેમને જેલમાં જવુ પડ્યું હતું.

2010માં ધરપકડ કરવામાં આવ્યા બાદ અમિત શાહને ગુજરાતમાંથી બહાર મોકલી દેવામાં આવ્યા હતાં. તેમને ગુજરાતમાં રહેવાની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. 2012માં પરત ફરેલા અમિત શાહે એક શેર કહ્યો હતો કે – ‘મારી ઓટ જોઈ કોઈ કિનારે ઘર ના બાંધી દેતા, હું સમંદર છું, પાછો આવીશ’. આજે અમિત શાહે બોલેલુ એક એક વાક્ય શબ્દશ: સાચુ ઠરી રહ્યું છે.

પી ચિદમ્બરમ 29 નવેમ્બર, 2008થી 31 જુલાઈએ 2012 સુધી દેશના ગૃહમંત્રી રહ્યાં હતાં. જ્યારે હવે સમયનું ચક્ર ફર્યું છે. આજે અમિત શાહ દ્દેશના ગૃહમંત્રી છે અને સીબીઆઈએ પી. ચિદમ્બરમની ધરપકડ કરી છે. જ્યારે હજી ઈડી પણ ચિદમ્બરમની ધરપકડ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન