વિપક્ષ ગમે તેટલું જોર લગાવે, તો પણ 2019માં BJPને મળશે આટલી બેઠકો - Sandesh
  • Home
  • Featured
  • વિપક્ષ ગમે તેટલું જોર લગાવે, તો પણ 2019માં BJPને મળશે આટલી બેઠકો

વિપક્ષ ગમે તેટલું જોર લગાવે, તો પણ 2019માં BJPને મળશે આટલી બેઠકો

 | 3:17 pm IST

કર્ણાટકમાં એચડી કુમારસ્વામી શપથ ગ્રહણ સમારોહમાં વિરોધ પક્ષના તમામ કદ્દાવર નેતા એક સાથે નજરે પડ્યાં. એક જ મંચ પરથી વિરોધ પક્ષના આટલા બધા નેતાઓ એક સાથે દેખાયા બાદ ફરી એકવાર 2019માં લોકસભાની ચૂંટણી પહેલા એકજુથ વિપક્ષની અટકળોનું બજાર ગરમ થયું છે. 2014ની લોકસભાની ચૂંટની ધ્યાનમાં રાખતા એક વાત સ્પષ્ટ કહી શકાય કે જો વિરોધ પક્ષના મહત્વપૂર્ણ દળોનું ગઠબંધન થાય તો તેનો પ્રભાવ માત્ર ઉત્તર પ્રદેશ પુરતો જ મર્યાદિત રહેશે.

આ સંબંધે જાહેર થયેલા એક અહેવાલમાં 2014ની લોકસભાની ચૂંટણીમાં રાજ્યોમાં ભાજપે જીતેલી બેઠકો અને આ ક્ષેત્રમાં હવે વિરોધી દળો એકજુથ થવાની સ્થિતિમાં તે દરમિયાન તેમને મળેલા મતોની જોડીને બનનારી સંભવિત બેઠકોનું સરવૈયું રજુ કરવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશમાં ભાજપને થશે સૌથી વધારે નુંકશાન?

આ અહેવાલના અંતમાં એવું તાત્પર્યુ નિકળ્યું છે કે, ઉત્તર પ્રદેશમાં ભાજપને સૌથી વધારે નુંકશાન થશે. ગત લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપ 71 બેઠકો પર જીતી હતી, પરંતુ આ વખતે જો વિપક્ષી એકતા બને તો આ સંખ્યા ઘટીને 46 રહી જશે. ઉત્તર પ્રદેશને બાદ કરતાં બાકીના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ અંતર માત્ર 12 બેઠકોનું જ રહી જશે. 2014ની ચૂંટણીમાં જેડીયૂ અને ભાજપ એકબીજા વિરૂદ્ધ હતાં, પરંતુ હવે બંને સહયોગી બન્યાં છે. તેવામાં જેડીયૂની બે બેઠકોને ભાજપના ખાતામાં જોડવામાં આવે તો ઉત્તર પ્રદેશ ઉપરાંત આખા દેશમાં બેઠક ઘટનાની સંખ્યા માત્ર 10 રહી જશે.

તો પણ બનશે સૌથી મોટી પાર્ટી!

માત્ર આંડકાડોની વાત કરવામાં આવે તો 2014માં જુદી જુદી પાર્ટીઓ તરફથી મળનારા કુલ વોટ બાદ પણ ભાજપ ખુબ જ આસાનીથી 226નો આંકડો પાર કરી લેશે અને દેશની સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવી શકે છે. સૌથી મોટી પાર્ટી હોવાના નાતે ભાજપ માટે સરકાર બનાવવી કંઈ મોટો પડકાર નહીં રહે. જોકે એ વાતમાં પણ શંકાને કોઈ સ્થાન નથી કે, ચૂંટણી માત્ર ગણીતના સમીકરણો પ્રમાણે નથી જીતાતી.

માત્ર ગણીતના સમીકરણ જ કાફી નહીં

જો માત્ર આંકડાઓ અને ગણીતના સમીકરણોના આધારે ચૂંટણી જીતાતી હોત તો ગોરખપુર અને ફુલપુરની પેટાચૂંટણીમાં ભાજપ હારવાનું કોઈ જ કારણ નહોતુ. આંકડાઓના આધારે જ જો ચૂંટણી જીતી શકાતી હોય તો 2014 બાદ યોજાયેલી 4 પેટાચૂંટણી રતલામ, ગુરદાસપુર, અજમેર અને અલવરની બેઠક પણ ભાજપના હાથમાંથી ના જાત. તેથી એક વાત સ્પષ્ટ છે કે, ચૂંટણી માત્ર ગણીતના આંકડાઓનો જ ખેલ નથી.

વિજય મેળવવા માટે કેમેસ્ટ્રીની જરૂર

અહીં જે આંકડાઓ રજુ કરવામાં આવ્યા તે મતોના ગુણવા અને ભાગવા પર આધારીત ગણીતના સમીકરણો જેવા હતાં. એ વાતમાં કોઈ જ શંકા નથી કે, ચૂંટણી જીતવામાં સમીકરણોની સાથો સાથ કેમેસ્ટ્રી પણ એટલી જ જરૂરી છે. 2015ની વિધાનસભાની ચૂંટણી અને ગોરખપુર-ફૂલપુર પેટાચૂંટનીમાં દેશની જનતાએ જોયું કે, જો કેમેસ્ટ્રી સારી હોય તો પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. જોકે, અહીં એ બાબત પણ ધ્યાનમાં રાખવી પડશે કે, પાર્ટીઓ માટે મતદાતાઓને એક-બીજાના ઉમેદવારો માટે મત આપવા રાજી કરવાનું કામ પણ ખુબ જ મુશ્કેલ હોય છે.

વિરોધ પક્ષનું લક્ષ્ય સ્પષ્ટ હોય તે જરૂરી

પાર્ટીઓના ગઠબંધન માટે એ પણ જરૂરી છે કે, ગઠબંધનનું લક્ષ્ય શું છે? પોતાના વિરોધીને પરાજીત કરવા માટે માત્ર ગઠબંધન કરી લેવું જ પુરતું નથી. તેના માટે કેટલાક આદર્શ અને સકારાત્મક ઉદ્દેશ્યનું પણ ગઠબંધન હોવું જરૂરી, જેથી કરીને મતદાતાઓ પ્રભાવીત થઈ શકે. આ સાથે જ તે સમયની પરિસ્થિતિઓ અને જનતાના મનોભાવ પણ ગઠબંધનની જીતાડવા કે હરાવવામાં મોટી ભૂમિકા અદા કરે છે. માટે જ મતોના ગણીતના સમીકરણોની સાથે પાર્ટીઓની અંગત કેમેસ્ટ્રી પણ ગઠબંધન માટે જરૂરી છે.