Modi will attend the Quad Summit - UNGA, US President Biden welcome
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મોદી ક્વાડ સમિટ-UNGAમાં હાજરી આપશે, US પ્રમુખ બાઈડેન તમામ નેતાઓને આવકારશે

મોદી ક્વાડ સમિટ-UNGAમાં હાજરી આપશે, US પ્રમુખ બાઈડેન તમામ નેતાઓને આવકારશે

 | 7:10 am IST
  • Share

ચીનના વિસ્તારવાદને રોકવા અમેરિકામાં 24 સપ્ટેમ્બરે યોજાનાર ક્વાડ સંગઠનના સભ્ય દેશોના વડાઓની બેઠકમાં હાજરી આપવા પીએમ મોદી વોશિંગ્ટન પહોંચશે. યુએસ પ્રમુખ બાઈડેન તમામ ક્વાડ નેતાઓને આવકારશે અને તમામ સાથે વ્યક્તિગત વાતચીત કરશે. આ બેઠકમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના સ્કોટ મોરિસન, જાપાનના પીએમ યોશિહિદે સુગા સામેલ થશે.

મોદી 25 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને સંબોધન કરશે. કવાડની બેઠકમાં ૧૨ માર્ચે નક્કી કરવામાં આવેલા એજન્ડાને આગળ ધપાવવા ચર્ચા કરાશે. ક્લાઇમેટ ચેન્જ, સાઇબર સ્પેસ, ઇન્ડો પેસિફિક ક્ષેત્રની સ્વતંત્રતા, કોરોના સામેની લડાઈમાં પરસ્પર સહયોગ જેવા મુદ્દા ચર્ચાશે.

કોરોનાકાળમાં મોદીની આ બીજી વિદેશ મુલાકાત છે. તેઓ ૨૩થી ૨૫ તારીખ સુધી અમેરિકાનો પ્રવાસ કરશે. મોદી ૨૫મીએ સંયુક્ત રાષ્ટ્રની 76મી જનરલ એસેમ્બ્લીને સંબોધન કરશે. જેમાં આ વખતની થીમ કોરોનામાંથી રિકવર થવા, ફરી સાતત્યપૂર્ણતા લાવવા, પ્લેનેટની જરૃરિયાતો સંતોષવા, લોકોનાં અધિકારોનું સન્માન જાળવવા તેમજ સંયુક્ત રાષ્ટ્રનાં નવનિર્માણ સાથે પરિવર્તનશીલતા લાવવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન