મોદી પોતે જ અતુલ્ય ભારતના હવે બ્રાન્ડ એમ્બેસેડર રહેશે - Sandesh
  • Home
  • India
  • મોદી પોતે જ અતુલ્ય ભારતના હવે બ્રાન્ડ એમ્બેસેડર રહેશે

મોદી પોતે જ અતુલ્ય ભારતના હવે બ્રાન્ડ એમ્બેસેડર રહેશે

 | 4:42 am IST

નવી દિલ્હી, તા. ૬

પ્રવાસનમંત્રાલયે અમિતાભ બચ્ચન સહિત કોઈપણ બોલિવૂડ સ્ટારને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનો વિચાર પડતો મૂક્યો છે અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ ક્કઅતુલ્ય ભારત’ કેમ્પેનના બ્રાન્ડ એમ્બેસર બની રહેશે. આમિર ખાનને ગયા વર્ષે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રદ કર્યા પછી તે સ્થાન ખાલી હતું.

પર્યટનમંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ક્કઅતુલ્ય ભારત’ કેમ્પેન માટે કોઈ બોલિવૂડ કલાકારને લેવામાં નહીં આવે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીતેલાં અઢી વર્ષ દરમિયાન ભારતમાં અને વિદેશમાં પ્રવાસન અંગે આપેલાં નિવેદનોનો કેમ્પેન માટે ઉપયોગ થશે.

તે અધિકારીએ જણાવ્યું હતું કે ક્કઅતુલ્ય ભારત’ કેમ્પેન માટે રેડિયો કે ઓડિયા રિલીઝ માટે બે પ્રકારના વીડિયોનો ઉપયોગ કરવામાં આવશે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વૈવિધ્યસભર વારસાના મુદ્દે વીતેલાં બે વર્ષ દરમિયાન કરેલી વાતચીતને સમાવાશે.

૪૦ કે ૪૫ દિવસમાં કેમ્પેન રિલીઝ થશે

પર્યટનપ્રધાન મહેશ શર્માએ અતુલ્ય ભારત કેમ્પેન માટે મેસ્કોટમેન તરીકે મોદીનાં વ્યક્તિત્વની પસંદગી પર મંજૂરીની મહોર મારી હતી, તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે દેશોની મુલાકાત લીધી ત્યાંથી ભારતમાં આવતા પર્યટકોેની સંખ્યા વધી છે. મંત્રાલય હાલમાં ફૂટેજ પસંદગી પર કામ કરી રહ્યું છે. આગામી ૪૦ કે ૪૫ દિવસમાં કેમ્પેન રિલીઝ કરવામાં આવશે. ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણી ત્યારે થતી હોય છે. આ કેમ્પેન ચલાવવા એજન્સીની પસંદગી કરવાની કામગીરી ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન