કોંગ્રેસના નેતા શશિ થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારોભાર વખાણ કર્યા - Sandesh
  • Home
  • India
  • કોંગ્રેસના નેતા શશિ થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારોભાર વખાણ કર્યા

કોંગ્રેસના નેતા શશિ થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારોભાર વખાણ કર્યા

 | 4:14 pm IST

કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ રાજ્ય મંત્રી શશિ થરૂરે મોદી સરકારના ભારોભાર વખાણ કર્યાં હતાં. થરૂરે સર્જીકલ સ્ટ્રાઈક, ડોકલામ વિવાદ અને વિદેશ નીતિ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યાં હતાં.

શશી થરૂરે કહ્યું હતું કે પીએમ મોદીના કારણે ભારતની વિદેશ નીતિમાં ગતિશીલતા આવી છે. જો કે તેમણે કેટલીક ખામીઓ તરફ પણ ઈશારો કરતા કહ્યું હતું કે પાડોશી દેશોને લઈને રણનીતિમાં સ્થિરતા નથી. વાતચીત દરમિયાન થરૂરે પાકિસ્તાન અને ચીન સાથે ભારતના સંબંધોનો ઉલ્લેખ પણ કર્યો હતો.

વિદેશ મોર્ચે ભારતીય જનતા પાર્ટીની સરકારની સફળતાઓને વખાણતા થરૂરે કહ્યું હતું કે, મોદીની વિદેશ નીતિમાં ખુબ જ ઉર્જા અને ગતિશીલતા છે. તેઓ અથાક યાત્રાઓ કરે છે, જે ખુબ જ સારી બાબત છે. મોદી જ્યાં પણ જાય છે, ત્યાં ખુબ જ ઉર્જાવાન પ્રભાવ ઉભો કરે છે. આ સકારાત્મક પક્ષ છે.

તેવી જ રીતે શરૂરે ડૉકલામ વિવાદનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ચીને ડૉકલામમાં 200 મીટર પીછેહટ કરવી પડી જે ભારતનો મોટો વિજય છે.

ઉરીમાં આર્મી કેમ્પ પરના હુમલા બાદ ભારતીય સૈન્ય દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી પર થરૂરે કહ્યું હતું કે, સપ્ટેમ્બર 2016માં આતંકવાદીઓ વિરૂદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક પણ નિષ્પ્રભાવી આતંકવાદ માટે એક મોટી સફળતા છે. જોકે સર્જીકલ સ્ટ્રાઈક બાદ આતંકવાદ વધ્યો છે તો સરહદ પર ઘુષણખોરી કરનારાઓને મોતને ઘાટ ઉતારવાની સંખ્યા પણ વધી જ છે. થરૂરે ભારપૂર્વક કહ્યું હતું કે, પોતાના લોકો સાથે ઈમાનદાર થવું એ દરેક ભારતીય સરકારનું કર્તવ્ય છે.