Modling girl-deadbody-found-in-old-padra-road-vadodara
  • Home
  • Baroda
  • રોડ પરથી મોડેલિંગ કરતી યુવતીનો મૃતદેહ મળ્યો, 1 વાગે શો પુરી કરીને આવતી હતી ઘરે

રોડ પરથી મોડેલિંગ કરતી યુવતીનો મૃતદેહ મળ્યો, 1 વાગે શો પુરી કરીને આવતી હતી ઘરે

 | 11:50 am IST

વડોદરાના અટલાદરમાં જાહેર રોડ પરથી મોડેલિંગ કરતી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. યુવતીના શરીર પર ઈજાના નિશાન જોવા મળી રહ્યા છે. જેના કારણે પોલીસને યુવતીની હત્યા કરાઇ હોવાનું અનુમાન લગાવી રહી છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરાના અક્ષરચોક પાસે આવેલા રિલાયન્સ મોલની પાછળ યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. યુવતીના શરીર પર ઇજાના નિશાન હોવાથી યુવતીની હત્યા થઇ હોવાની આશંકા છે. પોલીસને યુવતીનું નામ પ્રાચી મોરિયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં પોલીસને યુવતીને મારીને નાખી દીધી હોય એવું પ્રાથમિક અનુમાન લગાવી રહી છે.

આ ઘટનામાં હાલ એવું જાણવા મળી રહ્યું છે કે, મોડેલિંગ કરતી યુવતી ખંભાતથી પોતાનો શો પુરી કરીને 1 વાગે ઘરે આવતી હતી. તેની સાથે અંકિત નામનો મિત્ર પણ હોવાનુંસામે આવ્યું છે. હાલ પોલીસે આ દિશામાં કાર્યવાહી કરીને અંકિત નામના યુવકની અટકાયત કરી છે.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન