વિરાટ કોહલી વિશે બોલ્યો ઇગ્લેન્ડનો આ ઓલરાઉન્ડર, કાઉન્ટીમાં આવી રહ્યો છે 'બબ્બર શેર' - Sandesh
NIFTY 10,799.85 -17.85  |  SENSEX 35,548.26 +-73.88  |  USD 67.9850 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • વિરાટ કોહલી વિશે બોલ્યો ઇગ્લેન્ડનો આ ઓલરાઉન્ડર, કાઉન્ટીમાં આવી રહ્યો છે ‘બબ્બર શેર’

વિરાટ કોહલી વિશે બોલ્યો ઇગ્લેન્ડનો આ ઓલરાઉન્ડર, કાઉન્ટીમાં આવી રહ્યો છે ‘બબ્બર શેર’

 | 3:16 pm IST

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીએ કહ્યું ડ્રેસિંગ રૂમની અમુક ધારણાઓ ત્યારે નિશ્ચિત રીતે ટૂટે છે જ્યારે ‘રીયલ બબ્બર શેર’ વિરાટ કોહલી પોતાની ટીમ સાથે જોડાશે. મોઈન ભારતીય કેપ્ટનની આવતા મહીને કાઉન્ટીમાં રમવાની બહુચર્ચિત નિર્ણયને ધ્યાનમાં રાખીને વાત કરી રહ્યા હતા.

સરેની ટીમમાં સ્થાનીય ખેલાડીઓમાં મોટા નામ નથી અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની વાત કરીએ તો ટીમમાં મોર્ને મોર્કલ, ટોમ કુરેન, ડીન એલ્ગર, મિશેલ માર્શ અને એરોન ફિન્ચ છે.

મોઈન અને ક્રિસ વોક્સ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની તરફથી કોહલીની કેપ્ટનસીમાં રમી રહ્યા છે. તેમણે ‘ધ ગાર્ડિયન’ને કહ્યું કે, ‘હું સરેના અમુક ખેલાડીઓને જાણું છું અને જે લોકો તેમના વિશે જેવું વિચારે છે તેવું નથી, પરંતુ તેમના ડ્રેસિંગ રૂમમાં કોઈ એવું વિચારી રહ્યા છે કે તેઓ શેર છે, તો તેમણે આ બાબત પર ફરીથી વિચાર કરવો પડશે, કારણ કે હવે બબ્બર શેર આવી રહ્યો છે.

મોઈન અને વોક્સે આવી ધારણાઓને પણ નકારી છે કે ભારતીય કેપ્ટન આક્રમક છે. મોઈને જણાવ્યું કે, ‘તમે તેને મેદાન પર જોવો છો અને ધરી લો છો કે તેઓ ઘમંડી છે, પરંતુ તેઓ આ બધાથી એકદમ વિપરીત છે. તેઓ ખુબ વિનમ્ર છે. ભારતમાં તેમનું ખુબ મોટું નામ છે, તો પણ તેઓ મને ફોન કરીને મારી હાલચાલ પૂછશે અને લંચ કરવા માટે પણ પૂછશે.