'Mogal Chedata Kalo Nag' song with alive snake in Junagadh, Video Viral
  • Home
  • Featured
  • હાથમાં ખુંખાર કાળોતરો સાપ અને સોરઠી બાળાઓ ગરબે ઘૂમી, Live શોકિંગ વીડિયો કેમેરામાં કેદ

હાથમાં ખુંખાર કાળોતરો સાપ અને સોરઠી બાળાઓ ગરબે ઘૂમી, Live શોકિંગ વીડિયો કેમેરામાં કેદ

 | 1:07 pm IST

જૂનાગઢના માંગરોળ તાલુકાનાં શીલ ગામે ‘મોગલ છેડતા કાળો નાગ’ ગરબા પર 3 બાળાઓના હાથમાં જીવતા સાંપ અપાયા હતા. જૂનાગઢમાં ત્રણેય બાળકોને સાપ સાથે ગરબા રમવું ભારે પડ્યું હતું. સોશિયલ મીડિયામાં ગરબાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં માંગરોળમાં શીલ ગામે બાળાઓ સાપ સાથે ગરબા રમી હતી.

આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ગરબાના આયોજક સહિત 5 લોકો સામે કાર્યવાહી હાથ ધરાઇ છે. ગરબા આયોજક સહિત સ્નેક કેચર સામે કાર્યવાહી કરાઇ છે. આ ઘટનામાં તમામ લોકોને કોર્ટે હાલ જામીન મુક્ત કર્યા છે. પરંતુ ગરબા રમતી બાળા પાસેથી વન્ય પ્રાણી એક્ટ મુજબ દંડ વસુલ્યો છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, જૂનાગઢના માંગરોળ તાલુકાનાં શીલ ગામે ગરબાનાં આયોજક નિલેશ જોષી, બાળાઓને સર્પ પકડતાં શીખવનાર સ્નેક કેચર જુમા જમાલ સાતી અને ગરબામાં સર્પ પકડીને ઉભેલી 3 બાળાઓ સામે કાર્યવાહી કરી હતી.

જ્યારે બાળાઓ હાથમાં સાપ લઇને ગરબે રમે ત્યારે સાંપ કરડે નહીં, તેના માટે સાંપના બે દાંત તોડી નાંખવામાં આવ્યા હોવાનું વનવિભાગની પ્રાથમિક તપાસમાં ખુલ્યાનું આરએફઓ ભેડાએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન