Mohammad Amir Comes In From Before Match Against India
  • Home
  • Sports
  • Cricket
  • ભારત સાવધાન! કોહલી બ્રિગેડ સામે મેચ પહેલા જ ફૉર્મમાં આવ્યો પાકિસ્તાનનો આ ઘાતક બૉલર

ભારત સાવધાન! કોહલી બ્રિગેડ સામે મેચ પહેલા જ ફૉર્મમાં આવ્યો પાકિસ્તાનનો આ ઘાતક બૉલર

 | 9:58 pm IST

આઈસીસી વર્લ્ડ કપ 2019ની 17મી મેચમાં ટાઉન્ટન ગ્રાઉન્ડ પર બેટિંગ સાથે બૉલિંગ પણ શાનદાર રહી. ઑસ્ટ્રેલિયા-પાકિસ્તાન વચ્ચેની આ મેચમાં જ્યાં ડેવિડ વૉર્નરે શાનદાર સદી ફટાકારી તો પાકિસ્તાનનાં મોહમ્મદ આમિરે 5 વિકેટ ઝડપી. આ મેચમાં પહેલી 25 ઑવરમાં ઑસ્ટ્રેલિયાએ 165/2 રન બનાવ્યા હતા. આ ઑવર્સમાં ફિંચ અને વૉર્નરે ધમાલ મચાવી દીધી હતી, પરંતુ ત્યારબાદની 25 ઑવરમાં પાકિસ્તાનનાં ઝડપી બૉલર મોહમ્મદ આમિરે કમાલ કરી. આ ઑવર્સમાં ઑસ્ટ્રેલિયાની ટીમે 8 વિકેટ ગુમાવી. આમાંથી 4 વિકેટ મોહમ્મદ આમિરે ઝડપી હતી.

ઇંગ્લેન્ડમાં આમિરનું શાનદાર પ્રદર્શન

16 જૂનનાં ભારત-પાકિસ્તાનની વચ્ચે ટ્રેન્ટ બ્રિજમાં મુકાબલો થવાનો છે. આમિરનું ઇંગ્લેન્ડમાં સારું પ્રદર્શન રહ્યું છે. ઑવલમાં આમિરનું ભારત સામે 16/3 બેસ્ટ બૉલિંગ પરફૉર્મન્સ રહ્યું છે. ઑસ્ટ્રેલિયા સામે લયમાં આવ્યા બાદ આમિર ભારતીય ટીમ માટે ખતરો સાબિત થઈ શકે છે. શિખર ધવનનાં બહાર થયા બાદ ટીમ ઇન્ડિયા આમિરને હળવાશમાં નહીં લે. તો ટીમ ઇન્ડિયા આ ટૂર્નામેન્ટમાં સારું રમી રહી છે અને તેને વર્લ્ડ કપની મજબૂત દાવેદાર માનવામાં આવી રહી છે.

આમિરે ઑવલમાં ભારત સામે 16 રન આપીને 3 વિકેટ ઝડપી હતી

ભારતે ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાને હરાવી છે. જણાવી દઇએ કે કોઇપણ વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયાની સામે પાકિસ્તાન તરફથી આમિરનું આ બેસ્ટ પ્રદર્શન છે. આમિરનું ઑવલમાં ઇન્ડિયા સામે સારો રેકૉર્ડ રહ્યો છે. આ ગ્રાઉન્ડ પર ઇન્ડિયાની સામે તેણે 16 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

ઑસ્ટ્રેલિયા સામે આમિરનું બેસ્ટ વ્યક્તિગત બૉલિંગ પ્રદર્શન

મોહમ્મદ આમિરનું વન ડેમાં શ્રેષ્ઠ પ્રદર્શન ઑસ્ટ્રેલિયા સામે છે. તેણે વર્લ્ડ કપ 2019ની રમાયેલી મેચમાં ઑસ્ટ્રેલિયા સામે 30 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તો શ્રીલંકા સામે તેણે 2009માં કૉલંબોમાં 28 રન આપીને 4 વિકેટ, 2017માં ભારત સામે 16 રન આપીને 3 વિકેટ અને વેસ્ટઇન્ડીઝ સામે 2009માં 24 રન આપીને તેણે 3 વિકેટ ઝડપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન