Amir Warned By Umpire For Stepping In Danger Zone Of Pitch
  • Home
  • Sports
  • Cricket
  • વિકેટ ના મળતા ‘નાપાક’ હરકત પર ઉતરી આવ્યું હતુ પાકિસ્તાન, કરી શરમજનક હરકત

વિકેટ ના મળતા ‘નાપાક’ હરકત પર ઉતરી આવ્યું હતુ પાકિસ્તાન, કરી શરમજનક હરકત

 | 7:49 pm IST

ભારત અને પાકિસ્તાનની મેચ દરમિયાન પાકિસ્તાનનો ઝડપી બૉલ મોહમ્મદ આમિર પિચ સાથે છેડછાડ કરતો જોવા મળ્યો. ઑલ્ડ ટ્રેફર્ડમાં પહેલા બેટિંગ કરતા ઇન્ડિયાએ ધમાકેદાર શરૂઆત કરી હતી. ઑપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને કેએલ રાહુલે પાકિસ્તાની બૉલર્સની જોરદાર ધોલાઈ કરી હતી. જણાવી દઇએ કે પાકિસ્તાને ટૉસ જીતીને ટીમ ઇન્ડિયાને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતુ.

ડેન્જર ઝોન’માં ચાલવાના કારણે આપી હતી વૉર્નિંગ

આ મેચમાં શરૂઆતની 23 ઑવર સુધી પાકિસ્તાની બૉલર્સ ભારતની વિકેટ ઝડપી શક્યા નહોતા આનાથી કંટાળે મોહમ્મદ આમિરે પિચ સાથે છેડ છાડ કરી હતી. આમિર વારંવાર પિચ પર આવી રહ્યો હતો. બૉલર્સને વિકેટની વચ્ચે બનેલી પિચનાં ડેન્જર ઝોનમાં જવાની પરવાનગી નથી હોતી, પરંતુ મોહમ્મદ આમિરને ત્રીજી ઑવરમાં જ અમ્પાયરે ચેતવણી આપી હતી. આમિરે પહેલી ઑવર મેડન નાંખી હતી. અમ્પાયરે આમિરને ચેતવણી ત્રીજી ઑવરનાં ચોથા બૉલે પિચનાં ‘ડેન્જર ઝોન’માં ચાલવાના કારણે આપી હતી.

જણાવી દઇએ કે આ મહામુકબાલામાં પાકિસ્તાનનાં કેપ્ટન સરફરાઝ અહમદે ટૉસ જીતીને ફીલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પહેલા બેટિંગમાં આવીને 50 ઑવરમાં વિકેટ રન બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન