11માં નબરે બેટિંગ કરવા આવેલા આમિરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • 11માં નબરે બેટિંગ કરવા આવેલા આમિરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

11માં નબરે બેટિંગ કરવા આવેલા આમિરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

 | 9:36 pm IST
  • Share

ઈંગ્લેન્ડ સાથે ચાલી રહેલી વનડે સીરિઝની ત્રીજી મેચમાં પાકિસ્તાનને ભલે શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે, પરંતુ 11માં નબરે બેટિંગ કરવા આવેલા મોહમ્મદ આમીરે પોતાની શાનદાર બેટિંગથી દર્શકોના દિલ જીતી લીધા હતા. આમિર ઝંઝાવાતી બેટિંગ કરતાં વર્લ્ડ રેકોર્ડ બનાવી નાંખ્યો છે.

ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતાં પાકિસ્તાન સામે ત્રણ વિકેટ ગુમાવીને 444 રનોનો જંગી ટાર્ગેટ આપ્યો હતો. વર્લ્ડ રેકોર્ડ સ્કોરનો પીછો કરતાં પાકિસ્તાને 199 રનના સ્કોર પર 9 વિકેટ ગુમાવી દીધી હતી. તેવામાં 11માં નબરે આવેલા મોહમ્મદ આમીરે શાનદાર બેટિંગ કરતાં બધાને ચોકાવી દીધા હતા. આમિરે 28 બોલમાં પાંચ ફોર અને ચાર સિક્સની મદદથી 58 રનની તોફાની ઈનિંગ્સ રમી હતી.

આ તોફાની બેટિંગની મદદથી આમિરે પોતાનું નામ ઈતિહાસમાં દર્જ કરાવી લીધો હતો. તે વનડે ક્રિકેટ ઈતિહાસમાં 11માં નંબર પર બેટિંગ કરતાં અર્ધશતક લગાવનાર પહેલો ખેલાડી બની ગયો છે. આમિરથી પહેલા કોઈપણ ખેલાડીએ આ કારનામું કર્યુ નથી. આમીર પોતાની ટીમને હારથી તો બચાવી શક્યો ન હતો પરંતુ પોતાના નામે એક વર્લ્ડ રેકોર્ડ જરૂર બનાવી દીધો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો