Mohammad Hafeez's corona second test negative, found positive a day ago
  • Home
  • Sports
  • Cricket
  • પાકિસ્તાનનો આ ક્રિકેટર દુનિયા આખી માટે બન્યો કોયડો, એક જ દિવસમાં કોરોનાને આપી માત

પાકિસ્તાનનો આ ક્રિકેટર દુનિયા આખી માટે બન્યો કોયડો, એક જ દિવસમાં કોરોનાને આપી માત

 | 6:49 pm IST
  • Share

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ એક દિવસ પહેલા જ ઘોષણા કરી હતી કે, પૂર્વ કેપ્ટન મોહમ્મદ હફીઝ કોરોના પોઝિટિવ છે પરંતુ એક દિવસ પછી જ તેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. જેથી તેના ઇંગ્લેન્ડ પ્રવાસની સંભાવનાઓ વધી ગઇ છે. હફીઝ અને વહાબ રિયાઝ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ માટે પસંદગી પામેલા દસ ખેલાડીઓમાં સામેલ છે, જેમના કોવિડ-19 માટે મંગળવારે કરવામાં આવેલા ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતાં.

ટીમને ટેસ્ટ અને ટી-20 મેચોની સિરીઝ માટે રવિવારે ઇંગ્લેન્ડ રવાના થવાનું છે. હફીઝે બુધવારે ટ્વીટર પર સ્પષ્ટ કર્યું કે તેમના અને તેમના પરિવારના સભ્યોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે અને પોતાના દાવાના પૂરાવા તરીકે તેણે મેડિકલ રિપોર્ટ પણ પોસ્ટ કરી છે. તેણે ટ્વીટ કર્યું,’પીસીબી પરિક્ષણની કાલની રિપોર્ટમાં કોવિડ-19 પોઝિટિવ આવ્યા બાદ હું બીજી સલાહ માટે પોતાના સંતોષ માટે પોતે જ પરિવારના સભ્યો સાથે પરિક્ષણ કરાવા માટે લઇ ગયો અને અમારા રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.’

પીસીબીના મુખ્ય કાર્યકારી વસીમ ખાન અનુસાર જે અન્ય આંઠ ખેલાડીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમા ફખર ઝમાં, ઇમરાન ખાન, કાસિફ ભાટી, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ રિઝવાન, શાદાબ ખાન, હૈદર અલી અને હારીસ રૌફ સામેલ છે. પીસીબીએ પહેલા કહ્યું હતું કે, જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમા ટેસ્ટ પહેલા કોઇ પણ પ્રકારના લક્ષણો ન હતા. બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું,’બોર્ડની મેડિકલ પેનલ આ ખેલાડીઓ અને માલિશિએના સંપર્કમાં છે જેમને પોતાના ઘરમાં કોરોન્ટાંઇનમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.’

વસીમે કહ્યું કે, સહયોગી સ્ટાફના માલિશિયા મલંગ અલી પણ કોરોના પોઝિટિવ છે. વસીમે જણાવ્યું કે, ખેલાડીઓ અને અધિકારીઓ લાહોરમાં એકત્રિત થશે અને વધુ એક વખત 25 જૂને ટેસ્ટ કરાવવામા આવશે. તેના આગલા દિવસે સંશોધિત ટીમ ઘોષિત કરવામાં આવશે. તેણે કહ્યું, આ ચિંતાની વાત છે પરંતુ હાલનો સમય ડરવા માટે નથી કારણ કે હજૂ પણ અમારી પાસે સમય છે. આ પ્રવાસ થશે અને ટીમ 28 જૂને રવાના થશે.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદ સરસપુરના સાધુ – સંતોનો વિરોધ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો