મોહમ્મદ કૈફે તેના પ્રિય મિત્ર યુવરાજ પાસે માંગી મદદ - Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • મોહમ્મદ કૈફે તેના પ્રિય મિત્ર યુવરાજ પાસે માંગી મદદ

મોહમ્મદ કૈફે તેના પ્રિય મિત્ર યુવરાજ પાસે માંગી મદદ

 | 4:07 pm IST

એક સમયે ભારતીય ક્રિકેટ ટીમના મીડલ ઓડરની મજબૂત દિવાર ગણાતા યુવરાજ અને કેફની જોડીને લોકો ભૂલી શક્યા ન હતા. આ જોડીએ કેટલીક ન જીતી શકાય તેવી મેચોમાં ભારતને જીત અપાવી છે. તેઓ બંને તેમની ફિલ્ડીંગ માટે પણ જાણિતા છે. જોકે, મોહમ્મદ કેફને તેના ખરાબ પ્રદર્શનના કારણે બહાર થવું પડ્યું હતુ અને તે ફરીથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શક્યો ન હતો.

હાલમાં કૈફ છતીસગઢની રણજી ટીમનો કોચ બન્યો છે અને દિલીપ ટ્રોફીમાં ઈન્ડિયા રેડનું નેતૃત્વ કરે છે. તે છતાં યુવરાજ અને કૈફમાં એટલી જ મિત્રતા છે. તે વાતનું ઉદાહરણ છે કે, કૈફનું એક ટ્વિટ, જેમાં તે યુવરાજની મદદ માંગતો જોવા મળી રહ્યો છે. બન્યું અનું છે કે, મોહમ્મદ કૈફ ટ્વિટર પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં ગણિતનો સવાલ હતો. આ સવાલમાં યુવરાજ અને કૈફ બંનેનું નામ આવતું હતું, અને બંનેના દોડવાની સ્પીડનું અંતર કાઢવા માટે કહેવામાં આવ્યું છે. કૈફએ મજાકના અંદાઝમાં આ સવાલને પોસ્ટ કર્યો અને પોતાના સાથી યુવરાજ પાસે આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે મદદ માંગી છે.

મોહમ્મદ કેફ તે ખેલાડી છે, જે અંડર – 19નો કેપ્ટન બન્યો હતો. કૈફની કેપ્ટનશિપવાળી ટીમમાં યુવરાજ પણ એક હતો. આપને 2002ની નેટવેસ્ટ સીરીઝમાં ઈંગ્લેન્ડ સામે ભારતની જીત થયેલી મેચ તો યાદ જ હશે, જ્યારે ગાંગુલીએ પોતાની ટી શર્ટ ઉતારી હવામાં ફંગોળી હતી. ભારતની તે યાદગાર મેચના હીપો કૈફ અને યુવરાજ જ હતા.