Mohammad Shahzad Cried After He Removed From CWC19
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ કપમાંથી બહાર કરવામાં આવતા ચોધાર આંસૂએ રડી પડ્યો કોહલીને પડકારનાર આ ખેલાડી

વર્લ્ડ કપમાંથી બહાર કરવામાં આવતા ચોધાર આંસૂએ રડી પડ્યો કોહલીને પડકારનાર આ ખેલાડી

 | 6:49 pm IST

અફઘાનિસ્તાનનાં બેટ્સમેન મોહમ્મદ શહઝાદે ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપમાંથી પોતાને બહાર કરવામાં આવવાને લઇને મોટું નિવેદને આપ્યું છે. શહઝાદે અફઘાનિસ્તાન ક્રિકેટ બૉર્ડ પર ફિટ હોવા છતા પોતાને બહાર કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. વર્લ્ડ કપમાંથી બહાર કરવામાં આવતા શહઝાદ રડી પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે શહઝાદને ઘૂંટણની ઇજાનાં કારણે અનફિટ જાહેર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન સામે પ્રેક્ટિસ મેચ દરમિયાન મોહમ્મદ શહઝાદ ઘૂંટણની ઇજાનાં કારણે રિટાયર્ડ હર્ટ થયો હતો.

ફિટ હોવા છતા અનફિટ હોવાનું બહાનું આપી કરાયો બહાર

ત્યારબાદ ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકા સામેની મેચમાં પણ તે રમ્યો હતો, પરંતુ ઇજા ગંભીર હોવાના કારણે તેણે બહાર થવું પડ્યું. શહઝાદની જગ્યાએ વિકેટકીપર બેટ્સમેન ઇકરમ અલી ખીલને અફઘાનિસ્તાનની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શહઝાદે કહ્યું કે, “હું નેટ્સમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે ટીમ મેનેજરે મને બોલાવ્યો અને કહ્યું કે હું અનફિટ છું અને મારી અફઘાનિસ્તાન પરત જવું પડશે.” શહઝાદે કહ્યું કે, “મારા ઘૂંટણમાં જુની ઈજા હતી, જેનાથી હું ઠીક થઈ રહ્યો હતો. ફિઝિયોએ મને કહ્યું કે જો હું થોડોક આરામ કરીશ તો ઠીક થઈ જઇશ અને અચાનક મને બહાર કરી દેવામાં આવ્યો.”

પોતાની ફિટનેસને લઇને આપ્યું હતુ અજીબ નિવેદન

જણાવી દઇએ કે શહઝાદ અફઘાનિસ્તાનનો વિસ્ફોટક બેટ્સમેન છે. એકવાર શહઝાદે કહ્યું હતુ કે, “ભલે દરેક જણ વિરાટ કોહલીની માફક ના રમી શકે, પરંતુ જેટલો લાંબો છગ્ગો કોહલી મારે છે, હું તેનાથી લાંબો છગ્ગો મારી શકું છું. તેના જેમ આટલું ડાયટ કરવાની શું જરૂર છે.” શહઝાદનું વજન 90 કિગ્રા છે, પરંતુ તેમ છતા ફિટનેસ પ્રત્યે તેના વિચાર વિરાટ કોહલી કરતા અલગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન