મોહમ્મદ શમીએ ટ્વિટર પર શેર કરી પોતાની દીકરીની આ તસવીર... - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • મોહમ્મદ શમીએ ટ્વિટર પર શેર કરી પોતાની દીકરીની આ તસવીર…

મોહમ્મદ શમીએ ટ્વિટર પર શેર કરી પોતાની દીકરીની આ તસવીર…

 | 2:11 pm IST

ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમી ખુબ મુશ્કેલીમાં છે. પત્ની હસીન જહાંએ શમી પર ઘરેલું હિંસા અને લગ્ન પછી બીજી મહિલાઓ સાથે સંબંધ રાખવાના ગંભીર આરોપ લગાવ્યા છે. આ દરમિયાન સોમવારે શમીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોતાની દીકરીની તસવીર પોસ્ટ કરી હતી.

શમીએ પોતાની દીકરીની તસવીર સાથે ટ્વીટ કર્યું હતું કે, ‘ચોકલેટ લવર… મિસ યૂ બેબો!’ આ તસવીરમાં તેમની દીકરીની સામે ઘણી બધી ચોકલેટ્સ પડી છે.

શમીની ક્રિકેટ કરિયર પણ આ આરોપોના કારણે સંકટમાં મુકાયો છે. આ દરમિયાન કોલકાતા પોલીસે પણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડથી શમીના આફ્રિકાથી પાછા ફરતા સમય દુબઈ જવાની જાણકારી માગી છે.

રવિવારે હસીન જહાંએ પ્રેસ કોન્ફરન્સ કરી શમી પર આરોપ લગાવ્યા હતા. જહાંએ કહ્યું કે, જો શમી સંબંધો સુધારવા માગે છે તો હું વિચારીશ પરંતુ જો હું સમાધાન કરવાની વાત કરું તો હું ગુનેગાર સાબિત થઈ જઇશ. લોકોને લાગશે કે, મેં શમી પર જે આક્ષેપ કર્યા છે તે ખોટા હતા.

શમીના આરોપો પર હસીન જહાંએ કહ્યું કે, શમીએ કોઇ પણ વાતનો જવાબ યોગ્ય રીતે આપ્યો નહોતો. તે દરેક બાબત પર ગોળ-ગોળ જવાબ આપી રહ્યો છે. હોળીની તસવીરો અંગે હસીને કહ્યું કે, શમી તે વખતે ડરી ગયો હતો કારણ કે, તેનો મોબાઇલ મને મળી ગયો હતો.