મહંમદ શમીએ કર્યો ખુલાસો, હસીને છુપાવી હતી આ મોટી વાત... - Sandesh
NIFTY 10,936.85 +0.00  |  SENSEX 36,323.77 +0.00  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • મહંમદ શમીએ કર્યો ખુલાસો, હસીને છુપાવી હતી આ મોટી વાત…

મહંમદ શમીએ કર્યો ખુલાસો, હસીને છુપાવી હતી આ મોટી વાત…

 | 6:31 pm IST

શમી-હસિન કેસમાં મહંમદ શમી તરફથી તેનો ખુલાસો સામે આવ્યો છે. તેને એક ચોંકવનારો ખુલાસો કરતા કહ્યું કે, હસિન ખોટું બોલી હતી. તે વિવાહીત છે એ વાત તેને છપાવી હતી. તેને પોતાના બાળક હોવા અંગે પણ ખોટી વાત કહી હતી.

પોતાના સંતાનોને તેને બહેનના સંતાન ગણાવીને વાત જણાવી હતી. હસિને લગ્ન થાય બાદ પણ આ વાત છુપાવી હતી. લગ્ન થયા બાદ આ વાત જાણવા મળી હતી. અગાઉ તેને જણાવ્યું હતું કે આ બંને દીકરીઓ તેની નથી. તેની એક બહેનનું અવસાન થયું છે એવી વાર્તા કરી હતી. શમીએ આ બંને દીકરીઓની ખૂબ મદદ કરી હતી. શમી તેને કપડાં લાવી આપતા અને ફરવા પણ લઇ જતા હતા.

પોલીસે જણાવ્યું હતું કે, હસિનની મેડિકલ તપાસ કરવવામાં આવી રહી છે. જ્યારે મહંમદ શમીની બીએમડબલ્યું કારની પણ ફેરેન્સિક તપાસ કરાવવામાં આવી રહી છે. આ એ જ કાર છે જેમાંથી હસિનને તેનો ફોન મળી આવ્યો હતો.

ફોરેન્સિક ટીમે શમીના ફ્લેટની તપાસ કરી હતી. જેમાં શમીના ફિંગરપ્રિન્ટ હોવાનું જાણવા મળ્યું હતું. ફેરેન્સિક ટીમની સાથોસાથ બીસીસીઆઇની ટીમે પણ આ કારની તપાસ કરી છે. મેચ ફિક્સિંગના આરોપસર બીસીસીઆઇએ તેમની કારની તપાસ કરી હતી.

શમીના ભાઇ પર દુષ્મકર્મ કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. દરરોજ આ કેસમાં નવા નવા વણાંક આવતા જાય છે. આ વકરતા વિવાદ વચ્ચે શમીએ પોતાની સ્પષ્ટતા કરી હતી.

હસિનનો સ્વભાવ શંકાશીલ છે : શમી
શમીએ કહ્યું હતું કે, પત્ની કાયમ મારા પર આશંકા કરતી હતી. મે તેની પાછળ એક વર્ષમાં દોઢ કરોડની રકમ ખર્ચી છે. તે મારા કાર્ડમાંથી શોપિંગ કરતી હતી. મારી પાસે વોટ્સએપ મેસેજના પુરાવા છે, દુબઇની દરેક ગતિવિધિઓની તેને જાણકારી હતી. દુબઇથી તેને ડાયમંડ અને ગોલ્ડ લાવવાની માગ કરીહતી.