mohammed shami shared one video of his daughter aaira dance
  • Home
  • Videos
  • Featured Videos
  • ‘DID’નાં સ્પર્ધક જેવો ડાન્સ કરે છે ઈન્ડિયાનાં દિગ્ગજ ક્રિકેટરની દીકરી, VIDEO જોઈ ચોંકી જશો

‘DID’નાં સ્પર્ધક જેવો ડાન્સ કરે છે ઈન્ડિયાનાં દિગ્ગજ ક્રિકેટરની દીકરી, VIDEO જોઈ ચોંકી જશો

 | 4:05 pm IST

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મોહમ્મદ શમી તેની દીકરી સાથે હંમેશા રમતો કુદતો જોવા મળે છે. તે સોશિયલ મીડિયા પર અવાર નવાર દીકરીનાં ફોટો અને વીડિયો શેર કરતો રહે છે. આ વખતે તેણે દીકરી આયરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. કે જેમાં તે કોઈ શોપિંગ સેન્ટરમા ભોજપૂરી ગીત પર ડાન્સ કરી રહી છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

ડાન્સનો વીડિયો શેર કરીને શમીએ કહ્યું કે મારી દીકરી મારા કરતાં વધારે સરસ ડાન્સ કરી રહી છે. લખ્યું કે, મેરી ડોલ…! તેની પાસે પિતા કરતા ઘણું વધારે નૃત્ય કૌશલ્ય છે. ઉલ્લેખનીય છે કે શમી હાલમાં પુણેમાં છે, જ્યાં તે ભારતીય ટીમ તરફથી સાઉથ આફ્રિકા વિરુદ્ધ બીજા ટેસ્ટ મેચમાં ભાગ લઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે શમીની પત્ની હસીન જહાંએ ગયા વર્ષે એના વિરુદ્ધમાં મારપીટ, રેપ અને હત્યાની કોશિસ જેવા કેટલાક ઘરેલું હિંસાના આરોપો નાખ્યા હતા અને કેસ દાખલ કરાવ્યો છે. બંન્નેના તલાકનો કેસ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ સિવાય પણ પત્નીએ શમી પર કરપ્શન અને મેચ ફિક્સિંગના આરોપો નાખ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન