વિવાદોમાં ફસાયેલા શમીને ટ્વિટર પર મળ્યા આવા જોરદાર જવાબ... - Sandesh
NIFTY 10,360.15 -50.75  |  SENSEX 33,685.54 +-150.20  |  USD 64.8575 +0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • વિવાદોમાં ફસાયેલા શમીને ટ્વિટર પર મળ્યા આવા જોરદાર જવાબ…

વિવાદોમાં ફસાયેલા શમીને ટ્વિટર પર મળ્યા આવા જોરદાર જવાબ…

 | 1:46 pm IST

સોશ્યલ મીડિયા પર પત્ની દ્વ્રારા એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના કથિત આરોપોમાં ઘેરાયા બાદ ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ શમીએ પોતાની સ્પષ્ટતા કરી છે. મોહમ્મદ શમીએ માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર પોતાનું નિવેદન રજૂ કરીને આ તમામ વાતોને બકવાસ ગણાવી તેનું ખંડન કર્યું છે.

આની પહેલાં તેની પત્ની હસીના જહાંએ સોશ્યલ મીડિયા પર તેના એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ હોવાના સંગીન આરોપ મૂકયા હતા. ત્યારબાદ હસીનાએ એક ન્યૂઝ ચેનલ પર પણ પોતાનો આ આરોપ ફરી કહ્યાં.

મીડિયામાં આ કેસ સામે આવ્યા બાદ શમીએ ટ્વિટર પર પોતાની સ્પષ્ટતા કરી છે. તેણે લખ્યું ‘હાય, હું મોહમ્મદ શમી છું. અમારી ખાનગી જીવન અંગે જે પણ ચાલી રહ્યું છે એ બધું જ હળહલતું જુઠ્ઠું છે. આ અમારા વિરૂદ્ધ ખૂબ મોટું કાવતરું રચાઇ રહ્યું છે, મને બદનામ કરીને મારી રમતને ખરાબ કરવાનું છે.’

આ દલીલ બાદ ટ્વિટર પર યુઝર્સે શમીને આડે હાથ લેતા ખુબ ટ્રોલ કર્યા છે