Mohammed Shami's big statement backs-jasprit-bumrah, Now a days players get paid for questioning
  • Home
  • Sports
  • Cricket
  • મોહમ્મદ શમીએ દિગ્ગજોને બરાબરના ઝાટક્યા, કહી દીધુ કે માત્ર આ કામના જ મળે છે પૈસા

મોહમ્મદ શમીએ દિગ્ગજોને બરાબરના ઝાટક્યા, કહી દીધુ કે માત્ર આ કામના જ મળે છે પૈસા

 | 11:28 am IST

ન્યુઝીલેન્ડ પ્રવાસ પર જસપ્રિત બુમરાહનું પ્રદર્શન સારું રહ્યું નથી, બુમરાહ ટી 20 સિરીઝમાં મોંઘો સાબિત થયો, જ્યારે તેને વનડે શ્રેણીમાં એક પણ વિકેટ મળી નથી. વન ડે સિરીઝમાં જસપ્રિત બુમરાહના પ્રદર્શન પર ઘણા દિગ્ગજોએ સવાલ ઉઠાવ્યા હતા, ત્યારબાદ મોહમ્મદ શમીએ હવે બધાને જવાબ આપ્યો છે. મોહમ્મદ શમીએ એક મોટું નિવેદન આપતાં કહ્યું કે કેટલાક લોકોને ટીકા કરવા માટે જ પૈસા મળે છે.

મોહમ્મદ શમીએ બુમરાહનો બચાવ કરતાં કહ્યું કે, ‘બહાર બેઠેલા કોઈપણ ખેલાડીની ટીકા કરવી સહેલી છે પણ પાછા આવવું એટલું સરળ નથી. આજકાલ લોકો ખેલાડીઓની ટીકા કરીને પૈસા કમાઇ રહ્યા છે. શમીએ વધુમાં કહ્યું, ‘બુમરાહે દેશ માટે જે કર્યું છે તે તમે કેવી રીતે ભૂલી રહ્યા છો.તે સાચું છે કે લોકો બુમરાહ વિશે વાત કરી રહ્યા છે પરંતુ તમે ફક્ત 3 કે 4 વનડે પછી કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકતા નથી. તમારે સકારાત્મક વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કારણ કે તેનાથી ખેલાડીઓ લાભ થાય છે. શમીએ વધુમાં કહ્યું, ‘જ્યારે તમે કેટલીક મેચોમાં સારું પ્રદર્શન કરતા નથી, ત્યારે લોકો ખૂબ જ અલગ રીતે વિચારવાનું શરૂ કરે છે અને તમારા વિશેનું તેમનું વલણ બદલાઈ જાય છે. તેથી જ આપણે વધારે વિચારવું ન જોઈએ.

ઉલ્લેખનીય છે કે, જસપ્રિત બુમરાહ ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં એક પણ વિકેટ નહોતી લીધી. તેની કારકિર્દીમાં આ પહેલીવાર હતો જ્યારે તેને શ્રેણીમાં કોઈ સફળતા મળી ન હતી. બુમરાહ જ નહીં, ભારતના અન્ય બોલરોનું પ્રદર્શન પણ વનડે સિરીઝમાં નબળું રહ્યું હતું, જેના કારણે ન્યૂઝીલેન્ડે ભારતને 3-૦થી ક્લિન સ્વીપ કરી દીધું હતું.

બુમરાહની ફોર્મમાં વાપસી

જસપ્રિત બુમરાહની વનડે સિરીઝમાં ખરાબ લય હતી પરંતુ ન્યુઝીલેન્ડ ઇલેવન સામે જસપ્રિત બુમરાહે બે વિકેટ ઝડપી હતી. બુમરાહે 11 ઓવરમાં માત્ર 18 રન આપ્યા હતા. બુમરાહ સિવાય મોહમ્મદ શમીએ પણ આશ્ચર્યજનક બોલિંગ કરતા માત્ર 17 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવ અને નવદીપ સૈનીએ પણ 2-2 વિકેટ લીધી હતી.

ભારતીય ઝડપી બોલરોના આ પ્રદર્શનને કારણે ન્યુઝીલેન્ડ ઇલેવનની ટીમ માત્ર 235 રનમાં સમેટાઇ ગઇ હતી. બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે 7 ઓવરમાં 59 રન બનાવ્યા હતા. પૃથ્વી શો 25 બોલમાં 35 અને મયંક અગ્રવાલે 17 બોલમાં 23 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે 87 રનની લીડ મેળવી લીધી છે.

આ પણ જુઓ :આંદોલનકારીઓને આજે ઉકેલની આશા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન