શું શમીએ આફ્રિકામાં પણ મહિલા સાથે બનાવ્યા હતા સંબંધ?, કોલકાતા પોલીસે શમીનો ફોન જપ્ત કર્યો - Sandesh
NIFTY 10,426.85 +5.45  |  SENSEX 33,856.78 +-61.16  |  USD 64.8900 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • શું શમીએ આફ્રિકામાં પણ મહિલા સાથે બનાવ્યા હતા સંબંધ?, કોલકાતા પોલીસે શમીનો ફોન જપ્ત કર્યો

શું શમીએ આફ્રિકામાં પણ મહિલા સાથે બનાવ્યા હતા સંબંધ?, કોલકાતા પોલીસે શમીનો ફોન જપ્ત કર્યો

 | 6:02 pm IST

ક્રિકેટર શમીની પત્નીની ફરિયાદ પર પોલીસે તેની સામે પગલાં લેવાનું શરૂ કરી દીધુ છે. કોલકાતા પોલીસે મહંમદ શમીનો ફોન જપ્ત કરી લીધો છે. આ પહેલાં કોલકાતા પોલીસે બીસીસીઆઇ પાસે તેની ફાઇલ મગાવી વધુ જાણકારી માગી છે.

દ.આફ્રિકા સિરીઝ દરમિયાન શમી ક્યાં રોકાયો હતો? કઈ કઈ જગ્યાઓની મુલાકાત લીધી હતી. આ તમામ માહિતીનો રિપોર્ટ માગ્યો છે. બીસીસીઆઇએ આ કેસમાં શું પગલાં લીધા છે તે જાણવા મળ્યું નથી. બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે, અમે પગલાં લઈશું પણ હજુ સુધી કંઈ કહી શકાય એમ નથી.

હસિને જણાવ્યા પ્રમાણે મોબાઇલમાં શમી અને અન્ય મહિલાઓ વચ્ચે થયેલી વાતચીતની કોલ ડિટેઇલ અને ચેટ ડિટેઇલ મળી આવી છે. હસિને દાવો કર્યો છે કે શમીએ દક્ષિણ આફ્રિકાની મહિલા સાથે પણ સંબંધ બનાવ્યો હતો. શમીએ ભાઈ સાથે મારી હત્યાનું કાવતરું ઘડયું હતું.

જેમાં હત્યા કરીને લાશ જંગલમાં ફેંકી દેવાનો પ્લાન હતો. જોકે, દુબઇમાં શમીના સંબંધોનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેમાં તેને ફિક્સિંગ માટે પૈસાનો મામલો હતો અને અલિસ્બા નામની છોકરી સાથે શારીરિક સંબંધો હતા.

તે પોતાના રૂમમાં પાકિસ્તાની અને દુબઇની છોકરીઓને બોલાવતો હતો. શમીના સંબંધીઓએ હસિનાના વકીલ સાથે મુલાકાત કરી હતી. તેઓ ઇચ્છે છે કે આ મામલો કોર્ટ સુધી ન પહોંચે. વકીલને આ વાતનો સ્વીકાર કર્યો છે પરંતુ પોતાના તરફથી કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.