શમીની પત્નીના વકીલે કર્યો સનસનીખેજ દાવો, જોડ્યું આ મોટું સેક્સ રેકેટ કનેક્શન - Sandesh
NIFTY 10,430.35 -106.35  |  SENSEX 34,344.91 +-306.33  |  USD 68.4200 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • શમીની પત્નીના વકીલે કર્યો સનસનીખેજ દાવો, જોડ્યું આ મોટું સેક્સ રેકેટ કનેક્શન

શમીની પત્નીના વકીલે કર્યો સનસનીખેજ દાવો, જોડ્યું આ મોટું સેક્સ રેકેટ કનેક્શન

 | 1:53 pm IST

કથિત એક્સ્ટ્રા મેરિટલ અફેરના આરોપમાં ફસાયેલા ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પર તેની પત્ની હસીન જહાંના વકીલે સનસનીખેજ દાવો કર્યો છે. જહાંના વકીલ ઝાકિર હુસૈને દાવો કર્યો છે કે આ ભારતીય ફાસ્ટ બોલર પાકિસ્તાની મહિલા અને આંતરાષ્ટ્રીય સેક્સ રેકેટ ચલાવનારા લોકો સાથે સંબંધ છે.

હુસૈને પતિ-પત્ની વચ્ચેના વિવાદમાં એક પાકિસ્તાની મહિલાનો ઉલ્લેખ કર્યો છે. હુસૈને દાવો કર્યો કે, “શમીના એક પાકિસ્તાની મહિલા સાથે સંબંધ છે. તેમણે મહિલાને લગ્નનો પ્રસ્તાવ આપ્યો છે અને તેના કારણે હસીન જહાંએ સાર્વજનિક રીતે પોતાની વાત રજૂ કરવી પડી. કોઈ મહિલા પોતાના સંબંધો તોડવા નથી માગતી.

હસીના જહાંએ એટલા માટે પોતાનું મૌન તૌડ્યું કારણ કે શમી આગામી સપ્તા તે પાકિસ્તાની મહિલા સાથે લગ્ન કરવા માગતો હતો.” હુસૈને એ પણ કહ્યું કે, શમીના આંતરાષ્ટ્રીય સેક્સ રેકેટ ચલાવનારા લોકો સાથે સંબંધ હોઈ શકે છે. હુસૈને દાવો કર્યો કે પાકિસ્તાની મહિલાએ શમીને રૂપિયા આપ્યા હતા. તેમણે કહ્યું, “હકીકત બધાની સામે આવી જોઈએ. આખરે શમીએ શા માટે દુબઈમાં આ રૂપિયા લીધા. BCCIએ તપાસ કરવી જોઈએ કે દુબઈમાં શમી પાસે રૂમમાં કોણ આવ્યું હતું.”

હુસૈને વધુમાં જણાવ્યું કે માનચેસ્ટરમાં એક જાણકાર દ્વારા શમીની આ પાકિસ્તાની મહિલા સાથે મુલાકાત થઈ હતી. ત્યાં મમૂદ ભાઈ નામના શખસે શમીની મુલાકાત આ મહિલા સાથે કરાવી હતી. જેમાં કુલદીપ સિંહ નામની એક વ્યક્તિ છે, જે ઈન્ટરનેશનલ સેક્સ રેકેટનો ભાગ છે, કુલદીપ આ રેકેટને મહિલાઓ સપ્લાય કરવાનું કામ કરે છે.

આટલું જ નહીં હુસૈને આગળ શમીની રમત સાથે જોડાયેલા ગંભીર આરોપો લગાવ્યા. હુસૈને દાવો કર્યો, મને લાગે છે કે અહીં કેટલાક મેચ ફિક્સિંગ સાથે જોડાયેલા રેકેટ પણ હોઈ શકે છે. આ બન્ને શખસો જેમનું મે નામ લીધું છે તેમના તાર ઈન્ટરનેશનલ સેક્સ રેકેટ સાથે જોડાયેલા છે.’ જ્યારે હુસૈને શમીના લગ્નેત્તર સંબંધો વિશે છવામાં આવ્યું તો તેમણે કહ્યું, “તેમના (શમી) ઘણી છોકરીઓ સાથે આડા સંબંધો છે. તેમનો પત્ની સાથેનો ખરાબ સંબંધ પહેલીથી જ હતો, પણ મારી ક્લાઈન્ટે તેને ચુપચાપ સહન કર્યો.”

નોંધનીય છે કે હસીનાના આરોપના આધારે BCCIએ શમીનો આ વર્ષનો કોન્ટ્રાક્ટ રોકી દીધો છે. બોર્ડે કહ્યું કે શમીની પત્નીના આરોપોએ મુશ્કેલી સ્થિતિ ઉભી કરી દીધી છે માટે તેમનો કોન્ટ્રાક્ટ રોકી દેવામાં આવ્યો છે. જોકે, શમીએ પત્નીએ લગાવેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા, અને પોતાની સામે ષડ્યંત્ર રચવામાં આવી રહ્યું હોવાની પણ વાત સોશિયલ મીડિયાના માધ્યમથી કરી હતી.