હજારો વર્ષોથી હિંદુઓને યાતનાઓ આપવામા આવી રહી છે: મોહન ભાગવત - Sandesh
  • Home
  • World
  • હજારો વર્ષોથી હિંદુઓને યાતનાઓ આપવામા આવી રહી છે: મોહન ભાગવત

હજારો વર્ષોથી હિંદુઓને યાતનાઓ આપવામા આવી રહી છે: મોહન ભાગવત

 | 10:44 am IST

અમેરિકાના શિકાગોમાં વિશ્વ હિંદુ સંમેલનને સંબોધિત કરતા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે હિંદુ સંપ્રદાયને એકજુટ થવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે હિંદુ સમાજ એકજુટ થઇ માનવ કલ્યાણ માટે કામ કરે.

ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદના ઐતિહાસિકત ભાષણની 125મી વર્ષગાંઠના અવસરે આયોજીત વિશ્વ હિંદુ સમ્મેલનમાં લગભગ 2500 લોકોને સંબોધિત કરતા ભાગવતે કહ્યું કે, હિંદુ સમાજમાં પ્રતિભાવાન લોકોની સંખ્યા સૌથી વધારે છે. પરંતુ તેઓ ક્યારેય સાથે નથી આવતા. ભાગવતે સાફ કહ્યું કે, હિંદુઓનું સાથે મળીને આવવું મુશ્કેલ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, આવું કહેતા ભાગવતે એવું પણ કહી દીધુ તે, હિંદુઓને હજારો વર્ષોથી ટોર્ચર કરવામા આવી રહ્યા છે કારણ કે, તેઓ પોતાના મૂળ સિદ્ધાંતોનું પાલન કરવું અને આધ્યાત્મીક્તાને ભૂલી ગયા છે. ભાગવતે જોર આપીને કહ્યું કે, આપણે સાથે સામે આવું પડશે.

તમને જણાવી દઇએ કે, 11 સપ્ટેમ્બર 1893એ સ્વામી વિવેકાનંદે શિકાગોમાં આયોજીત વિશ્વધર્મ સંસદમાં ઐતિહાસિક ભાષણ આપ્યુ હતું. જેની 125મી વર્ષગાંઠના અવસર પર વિશ્વ હિંદુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન 7-9 સપ્ટેમ્બર વચ્ચે રાખવામાં આવ્યું છે. સંમેલનમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ પણ સામેલ થશે.

ભાગવતે એવું પણ કહ્યું કે, આપણા મૂલ્યો જ આજની તારીખમાં સાર્વજનીક મૂલ્ય બની ગયા છે. તેને જ હિંદુ મૂલ્ય કહેવામા આવે છે. દરેક પ્રકારની પરિસ્થિતિઓમાં આપણે આધ્યાત્મિક ગૂરૂ માફક છીએ. તેમણે કહ્યું કે, રૂપિયા જ સર્વસ્વ નથી. આપણી પાસે જ્ઞાન અને બુદ્ધિ છે, પરંતુ આપણે આપણા સંસ્કાર ભૂલવા જોઇએ નહી. આપણે હંમેશા એક-બીજા સાથે મળીને કામ કરવાનું ભૂલીએ છીએ.