ટેસ્ટ સિરીઝમાં ટીમ ઇન્ડિયાની હારનું સટિક કારણ બતાવ્યું મોહિંદર અમરનાથે - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ટેસ્ટ સિરીઝમાં ટીમ ઇન્ડિયાની હારનું સટિક કારણ બતાવ્યું મોહિંદર અમરનાથે

ટેસ્ટ સિરીઝમાં ટીમ ઇન્ડિયાની હારનું સટિક કારણ બતાવ્યું મોહિંદર અમરનાથે

 | 11:23 am IST

પાંચ ટેસ્ટ મેચોની સિરીઝ 3-1થી હારી ચૂકેલી ભારતીય ટીમ શુક્રવારથી ઓલવમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચમી ટેસ્ટ મેચ રમશે. આ ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમની હારના ઘણા કારણો સામે આવ્યા છે અને આ બધા પરિબળોથી જાણવા મળે છે કે ભારતીય ટીમે ટેસ્ટ સીરિઝ દરમિયાન ઘણા એવા નિર્ણયો કર્યા કે જે ટીમના હકમાં રહ્યા નહી. પ્રથમ ટેસ્ટમાં ભારતને 31 રન, બીજી ટેસ્ટમાં એક ઇનિંગ અને 159 રન જ્યારે ચોથી ટેસ્ટમાં 60 રનથી હારનો સામનો કરવો પડ્યો. માત્ર ત્રીજી ટેસ્ટમાં ભારતે હોસ્ટ ટીમને 203રનના અંતરથી હરાવી.

આ ટેસ્ટ સિરીઝમાં ભારતના મોટા ભાગના બેટ્સમેનોએ કોઇ કમાલ કર્યો નહી. કેપ્ટન વિરાટ કોહલીએ બેટ્સમેન તરીકે પોતાની જવાબદારી સારી રીતે અદા કરી અને તેને ચાર ટેસ્ટ મેચોમાં 50થી વધુ રન બનાવ્યા. ઇંગ્લેન્ડે મહેમાન ટીમ પર પોતાની પકડ બનાવી રાખવા માટે સટીક રણનીતિ બનાવી અને તે તમા સફળ પણ રહી. તેમણે ટોપ ઓર્ડરના બેટ્સમેનોને ઘણા બોલના સ્વિંગ અને પેસની મદદથી અડચણો ઉભી કરી. અન્ય બેટ્સમોનો માટે પણ રણનીતિ સટીક રહી. મોઇલ અલી ચોથી મેચમાં ઇંગ્લેન્ડ માટે ખુબ જ લકી સાબિત થયો અને તેને મેચની દિશા જ બદલી નાંખી.

ટીમ ઇન્ડિયાની હાર પર પ્રથમવાર ભારત માટે વિશ્વકપ જીતનારી ટીમનો ભાગ રહી ચૂકેલા મોહિંદર અમરનાથે કહ્યું કે, ભારતની બેટિંગમાં જરા પણ ઉંડાણ નથી પછી તમે ભલે ગુણવત્તાની વાત કરો કે, સારા બેટ્સમેનોની સંખ્યાની. તેમણે કહ્યું કે, બેટિંગ ફોર્મના કારણે જ ભારતની આ સ્થિતિ છે. સત્ય તો એ છે કે, સ્વિંગ થતા બોલનો સમનો કરવામાં ભારતના બેટ્સમેનો સુસ્ત સાબિત થયા છે. વિરાટ, રહાણે અને પુજારાને છોડી અન્ય તમામ બેટેસમેન ઇંગ્લેન્ડની ધરતી પર સહજ જોવા મળ્યા નહી.

અમરનાથે કહ્યું કે, ટીમમાં નંબર છ પર બેટિંગ કરવાવાળા કોઇ વિશ્વાસપાત્ર બેટ્સમેન નથી. ઇંગ્લેન્ડમાં તમે પાંચ શુદ્ધ બેટ્સમેન તથા એક ઓલરાઉન્ડર સાથે મેદાન પર ઉતરી શક્તા નથી. ઉપમહાદ્વીપ પર આ રીત કામ કરી જાય છે. પરંતુ વિદેશી ધરતી પર તમામ અછતો સામે આવી જાય છે. ઉલ્લેખનિય છે કે, પાંચમી ટેસ્ટ મેચ ઓલવમાં રમાશે.